હાંડિયા પ્રા.શાળાએ પ્રેવેશોત્સવ તેમજ કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી દ્વારા દિકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા પ્રાથમિક શિક્ષણ વેગવતુ બનાવા માટે પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમા ઉજવામા આવે છે. જેમા બાળકોને શૈક્ષણિક પંરપરા સાથે શાળામા પ્રવેશ અપાવામા આવે છે,જેના ભાગરુપે બાલાસિનોરા તાલુકામાં આવેલી હાંડિયા પ્રાથમિક શાળા ખાતે કૃષિ વિભાગમાંથી આવેલા એસ.આઇ.વ્હોરાની ઉપસ્થિતીમાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગ્ટય કરી ઉપસ્થિત મહાનુભાવોનુ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.ત્યારે આંગણવાડીમાં 04 બાલવાટિકા 40 તેમજ ધોરણ 1માં 05 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.જેથી શાળામાં પ્રવેશ મેળવનારા બાળકોને કુમકુમ તિલક કરી સ્વાગત કરી શૈક્ષણિક કિટ આપવામા આવી હતી.જેથી બાળકોના ચહેરા પર હાસ્યનું સ્મિત ચમકતું જોવા મળ્યું હતું.

હાંડિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી હાંડિયા તરફથી 40 દફતરની કીટ, સંજયભાઈ કાંતિભાઈ મહેરા દ્વારા 100 નોટબુકનું દાન આપવામાં આવેલ સદર કાર્યક્રમમાં મૂલ્ય શિક્ષણ માટેનું પ્રેરક સાહિત્ય મહીસાગર જ્ઞાનગંગા ધોરણ 4ના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું શાળાની બાળાઓએ સ્વાગત ગીત તથા પ્રાર્થના કરી દરેક ધોરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ જ્ઞાન સાધના પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગણિત વિજ્ઞાન પ્રદર્શન તથા અન્ય વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા, ત્યારે શાળાની ભૂમિના દાતા પરિવાર તરફથી પ્રભાતભાઈ કાળાભાઈ ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું.

ટ્રાન્સપોર્ટેશન વ્હીકલને લીલી ઝંડી આપી મુખ્ય મહેમાન કૃષિ વિભાગમાંથી આવેલા એસ.આઇ.વ્હોરાએ શાળાની વ્યવસ્થા બાબતે ધન્યવાદ આપી વાલીગણને તેમના બાળકોને શિક્ષણમાં તથા અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સતત તત્પર રહેવા પ્રેરણાદાયક વાંચા આપતાં જણાવ્યું હતું કે જેવી રીતે આપણે વૃક્ષની માવજત કરીએ છીએ તેવી જ રીતે શરુઆતથી લઇ બાળક પોતાના પગભર ન બને ત્યા સુધી આપણે જો બાળક પ્રત્યે પુરુ ધ્યાન દોરીશું તેટલું આપણું બાળક સમજદાર બનશે. ઘર, જમીન , મિલકત, જેવી દરેક સંપતિમાં ભાગ પડશે, પણ ભણવામાં ક્યારેય કોઇનો ભાગ નહીં પડે. જેટલું શીખશો તેટલું પોતાના બાપનું જ રહેશે. આપણા ઘરેથી કોઇ રુપિયા સોનું કે કોઇપણ વસ્તુની ચોરી કરી જશે, પણ ક્યાંય કોઇએ સાંભળ્યું છે કે મારા ઘરેથી અભ્યાસની ચોરી થઇ ગઇ એમ? નહીં ને, કેમકે તે તે જ્ઞાન છે વિદ્યા છે. એટલે તેની ચોરી નહીં થાય પરંતું તે,જે કોઇને આવડતું હશે તો તે અન્યને શિખવવા માટે પીરસસે, તેટલું પોતે પણ શીખશે. માટે વાલિઓને મારી વિનંતી છે કે આંગવાડી, બાલવાટિકા કે પછી શાળા કોલેજ જેવી કોઇ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં તમારા બાળકો ભણે છે તો દરેક સંસ્થાઓમાં શિક્ષકો તો જ્ઞાન આપશે જ, પણ પોતાનું બાળક ઘરે આવે ત્યારે બાળકના બાપાબની જવાબદારી બને છે કે, તેને ઘરે બેસાડીને વાંચને લેખન કરાવીએ, જેથી તમને પણ ખબર પડે કે તમારું બાળક શું શીખે છે ને તેને શું આવડે છે. તેનો તમને પણ ખ્યાલ આવે.જેવા વાલીજનો તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સલાહ સુચનો આપ્યાં હતાં.ત્યારે શાળાના આચાર્ય હિતેશકુમાર જોષી દ્વારા સરકારશ્રીની વિદ્યાર્થીલક્ષી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી આ કાર્યક્રમમાં હાજરી આપનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમાં એસ.આઇ.વ્હોરા, સરપંચ જયેશભાઈ મહેરા, શાળાના આચાર્ય,શિક્ષકગણ, આંગણવાડી વર્કર સંગીતાબેન મહેરા, સુધાબેન મહેરા, હેલ્પર મનિષાબેન બારીયા, સુમનબેન પટેલિયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીમિત્રોએ હાજરી આપી આ કાર્યક્રમે શોભાવ્યો હતો.

બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *