યોગને વિશ્વ ફલક પર લઈ જવા અને માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સભાએ મંજૂર કર્યો જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ વર્ષે ભારત સરકાર દ્વારા “સમય અને સમાજ માટે યોગ”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. ત્યારે બાલાસિનોર તાલુકાના હાંડિયા ગામે પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના આચાર્ય, શિક્ષણગણ, હાંડિયા ગામના સરપંચની સાથે ગામના વડીલો, યુવા મિત્રો અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ