ચોટીલા ધામ તે ધાર્મિક આસ્થાનું ધામ ગણવામાં આવે છે. જ્યાં ગુજરાતભરના શ્રધ્ધાળુઓ પોતાની આશાઓ લઇ ચામુંડા માતાજીને પ્રાર્થના કરવા માટે આવતાં હોય છે. પરંતુ આ આ આસ્થાના પ્રતિક પર માતાજીના દર્શનની સાથે બે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળતાં શ્રદ્ધાળુઓ તેમની દાદાગીરી અને ખુલ્લેઆમ પૂજારીને મારી નાંખવાની ધમકી ભર્યા શબ્દો સાંભળી ભયનો માહોલ જોવા મળ્યો હતો.જેના સી.સી.ટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાજીનું ધાર્મિક મંદિર સ્થળ હોવાના કારણે, હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ પોતાની મનોવ્યથા લઇને મંદિર પરિસરમાં આવતાં હોય છે.ત્યારે બપોરના સમયે બે લુખ્ખા તત્વો મંદિરા ઘુસી પૂજારી સાથે બોલચાલક કરી અભદ્ર શબ્નો પ્રયોગ કરી પૂજારીને શ્રધ્ધાળુઓની સામે જ મારી નાંખવાની ધમકી આપતાં દર્શનાર્થીઓ તેમજ પૂજારીનો જીન તાળવે ચોંટી ગયો હતો. જેથી ગભરાયેલા પૂજારીએ તાત્કાલિક ધોરણે ચોટીલા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી બે લુખ્ખા તત્વો મંદિરમાં શ્રદ્ધાળુઓની સામે જ મારી કોઇપણ પ્રકારની ભૂલ વિના મારી સાથે ઘેરવર્તન કરી મને મારી નાંખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી, બંને અસામાજીક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ફરિયાદ દાખલ કરી છે.સાથે જ સરકારને પત્ર લખી જણાવ્યું છે, કે ભવિષ્યમાં આવા કોઇ લુખ્ખા તત્વો મંદિર જેવી પવિત્ર જગ્યાએ આવી,કોઇપણ પ્રકારની દાદાગીરી કરી કોઇપણ દર્શનાર્થી કે પૂજારીની સાથે અભદ્ર વર્તન ન કરે તેના માટેની માંગ કરી છે.
ચોટીલાથી અમિત તુરખિયાનો રિપોર્ટ