હર્ષલ્લાસ અને રંગોના પર્વ હોળીની બિહારમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.હોળી તહેવારની ઉજવણી વાપીમાં વસતા બિહારના તમામ પરિવારો એક મંચ હેઠળ આવીને ઉજવણી કરે તે ઉદેશ્યથી વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બિહાર મિત્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતિ સૌ કોઈએ એકબીજાને અબીલ-ગુલાલના તિલક કરી તિલક હોળી મનાવી હોળી પર્વની શુભેચ્છા આપી હતી.
હોળી સમારોહમાં એસોસિએશનના પ્રમુખે જણાવ્યુ હતુ કે વર્ષ 1912માં 22 માર્ચે બંગાળ પ્રેસિડેન્સીમાંથી બિહારને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.ત્યારથી દર વર્ષની 22 માર્ચે બિહાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. 22 માર્ચ 1912માં બંગાળથી બિહારને અલગ કર્યા બાદ 1935માં બિહારથી ઓરિસ્સાને અલગ રાજ્યનો દરજ્જો આપ્યો હતો.જ્યારે વર્ષ 2000માં બિહારના ઝારખંડને અલગ કરી અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે.આથી બિહારમાં છઠ્ઠી મૈયાની પૂજાનું કઠોર વ્રત ગણી તેનું અનેરુ મહત્વ ગણાય છે.પ્રથમ દિવસે ઢળતી સાંજે નદી કિનારે જઇ વ્રતધારીઓ સૂર્યદેવને અર્ધ્ય આપે છે. બીજા દિવસે વહેલી સવારમાં ઉગતા સૂર્યને અર્ધ્ય આપી વ્રતના પારણા કરે છે.આ વ્રત મોટેભાગે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે