-દમણના લાલુભાઈ પટેલ અને દાદરા નગર હવેલીના કલાબેન ડેલકરને વધુમાં વધુ મતદાન કરી જીતાડવા મતદારોને અપીલ કરશે
વલસાડ જિલ્લાને અડીને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની લોકસભા બેઠક ઉપર BJPના ઉમેદવાર માટે આગામી 7મી મે ના યોજાનારા મતદાનના વધુમાં વધુ મતદાન કરવા મતદારોને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આપીલ કરશે. આગામી 4 મે ના રોજ દમણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે દમણ પ્રવશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દમણ-દિવ અને દાદરા નગર હવેલીના BJPના કાર્યકરો અને મતદારોની જંગી સભાને સંબોધન કરશે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-02-at-15.30.43-1-1024x555.jpeg)
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબકાનું મતદાન ગુજરાત અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ લોકસભા બેઠક સહિત બેઠક ઉપર મતદાન યોજાનાર છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના BJPના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને દાદરા નગર હવેલીના BJPના ઉમેદવાર કલાબેન ડેલકરના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દમણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જંગી સભાને સંબોધવા ઉપસ્થિત રહેશે. દિવ-દમણ અને દાદરા નગર હવેલી લોકસભા બેઠકના કાર્યકરો અને BJPના મતદારોને BJPના ઉમેદવારને વધુને વધુ મતદાન કરી તેમજ મતદાન કરવી વિજય બનાવવા કાર્યકરોને અપીલ કરશે. દમણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી 4થી મે ના રોજ બપોરે 3 કલાકે કાર્યકરો અને મતદારોને સંબોધન કરવા આવવાના હોવાની દમણ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોને જાણ થતાં દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે તૈયારીમાં જોતરાય ગયા છે. દમણ કોલેજ ગ્રાઉન્ડમાં દમણ અને દાદરા નગર હવેલીના BJPના કાર્યકરો મોટી સંખ્યા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સ્વાગત કાર્યક્રમમાં જોતરાયા છે. દિવ અને દાદરા નગર હવેલીથી કેન્દ્રીય ગૃહ મંત્રીને સાંભળવા.આવનાર કાર્યકરોને કોઈપણ તકલીફ ન પડે અને બેસવાની અને વાહનો પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા દમણ BJPના કાર્યકરો જોતરાય છે. દમણ BJP પ્રમુખ દિનેશભાઇ ટંડેલ અને અગ્રણીઓન માર્ગદર્શન હેઠળ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જે અંગે દમણ BJP ઉપપ્રમુખ નવીન પટેલે વધુ માહિતી આપી હતી
વાપીથી આલમ શેખનો રીપોર્ટ