પંચમહાલ જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરિયાની મુર્તિઓ ખરીદવા ભાવિકોની ભારે ભીડ

પંચમહાલ જીલ્લામા આવતીકાલથી ગણેશ ચતુર્થી પર્વનો પ્રારંભ થશે.જેને લઇ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરા તાલુકામા આવેલા ગ્રામીણ વિસ્તારમા પણ હવે ઠેર ઠેર દુદાળા દેવની સ્થાપન કરવામા આવે છે. શહેરાનગરમા પણ વિવિધ સોસાયટીઓમા ગણેશ સ્થાપન કરવામા આવશે, ગણેશ ચતુર્થીને લઈને ભાવિકોએ ગણેશ મુર્તિઓ ખરીદી કરી હતી.પાલીખંડા પાસે મુર્તિવેચનારા વેપારીઓને ત્યા ભાવિકોની ભીડ જોવા મળી હતી. નાનાથી મોટી તેમજ વિવિધ પ્રતિકૃતિવાળી મુર્તિઓનુ વેચાણ થયુ હતુ.આવતી કાલે શુભમુર્હતમા દાદાનુ સ્થાપન થશે જેમાં પાચ દિવસના આતિથ્ય માણશે.

પંચમહાલ જીલ્લામા વિવિધ જગ્યાઓ પણ રાજસ્થાન તેમજ અમદાવાદના મુર્તિ કલાકારો ગણેશ મુર્તિ બનાવાનુ કામ કરે છે.ગણેશ ચતુર્થીના તહેવારને લઈને મહિના પહેલાથી તેઓ ગણેશજીની મુર્તિઓ બનાવાની તૈયારી કરી દે છે. આવતીકાલે ગણેશ ચતુર્થીના તહેવારને લઈને ગણપતિ દુદાળા દેવની મુર્તિ ખરીદનારા ભાવિકોની ભીડ ઉમટી હતી. શહેરાના પાલિખંડા પાસે હાલોલ-શામળાજી હાઈવે પાસે પાછલા વરસોથી ગણેશ મુર્તિ બનાવનારા રાજસ્થાની કારીગરો રહે છે તેઓ વિવિધ પ્રકારની મુર્તિઓ બનાવે છે. આજે મોટી સંખ્યામા ભાવિકોએ ગણેશ ભગવાનની મુર્તિ ખરીદી હતી. નાની મોટી તેમજ વિવિધ પ્રતિકૃતિવાળી મુર્તિઓ નુ વેચાણ થયુ હતુ. હવે ભાવિકો મહારાષ્ટ્રની જેમ પણ ઘરે ઘરે ગણેશ સ્થાપના કરવાનુ ચલણ વધ્યુ છે.નાની ગણેશ મુર્તિઓ પણ મોટા પ્રમાણમા વેચાઈ હતી.500 રુપિયાથી 15,000 થી માડીને 20,000 રુપિયા સુધીનો ભાવ ગણેશ મુર્તિનો હતો. શહેરાના ગ્રામીણ વિસ્તારમા ગણેશયુવક મંડળો દુદાંળાદેવની સ્થાપના કરી પાંચ દિવસ સુધી ભક્તિના રંગે રંગાઈ ગણપતિ બાપ્પા મોરિયાના સ્લોગનો શેરીએ શેરીએ સાંભળવા મળશે.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *