બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ ચર્ચામાં રહેલી એકટ્રેસ જાહન્વી કપૂર આજકાલ આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીને કારણે પણ ચર્ચામાં રહેલી છે.આ ફિલ્મ 31મે ના રોજ રિલીઝ થવાની છે, ત્યારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જાહન્વી કપૂરે જણાવ્યું કે તેની માતા શ્રીદેવીના નિધન બાદ તેનો દૃષ્ટિકોણ બદલાઇ ગયો છે અને તે ધાર્મિક બની ગઇ છે.
મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે પહેલા હું શુક્રવારના દિવસે વાળ ન ધોવા જેવી બાબતોને હું નહોતી કરતી.રવિવારે કાળા કપડાં ન પહેરવા, પરંતુ મમ્મીના નિધન પછી શું થયું તે ખબર જ નથી, મે બધું જ સ્વિકારવાનું શરુ કર્યું છે.પહેલા પૂજા પાઠમાં વિશ્વાસ કરતી હતી.પરંતુ તેમના ગયા પછી મારો દૃષ્ટિકોણ બદલાઇ ગયો છે.મને પૂજા પાઠમાં રસ છે. હું હિન્દુત્વ વિશે વધુ જાગૃત બનાવા લાગી છું. જાહન્વી પહેલા કરતાં તે વધુ ધાર્મિત થઇ હોય તેવુ માને છે.અને તે અવારનવાર તિરુપતિ બાલાજીની મુલાકાત લે છે.આ વિશે વાત કરતાં જણાવ્યું તો તેને કહ્યું કે બાલાજી સાથે માતાનું અલગ જોડાણ હતું.તેમના ગયા પછી મેં નક્કી કર્યું કે હું દરેક જન્મ દિવસે ત્યાં જઇશ, મેં વિચાર્યુ ન હતું કે દરેક કામ માટે હું અહીંયા આવીશ અને બાલાજીની સીડીઓ ચડીશ.પરંતુ ત્યાં ગઇ ત્યારે તે ભાવુક થઇ ગઇ હતી.જાહન્વીને કોઇ વસ્તું ખુબ જ સરળતાથી મળે છે ત્યારે તે કહે છે કે હું તેના લાયક નથી.
જાહન્વીએ ને પોટિઝ્મ વિશે ખુલીને વાત કરી ત્યારે તેને કહ્યું કે તે પોતાને સાબિત કરવા માંગે છે કે મને ઇનડસ્ટ્રીમાં તક સરળતાથી મળી ગઇ હતી. પરંતુ હું એટલી મહેનત કરવા માંગુ છું કે હું ન્યાયી ઠરેવી શકુંકે આટલી મહેનત બીજી કોઇ ન કરી શકે.આ સાથે મારી જાતને ખાતરી આપવી પડશે કે મે કોઇની જગ્યા નહીં લીધી.મેં જે કંઇ હાંસલ કર્યું છે તે મારી મહેનતથી જ પ્રાપ્ત કર્યું છે.જાહન્વી નથી ઇચ્છતી કે તે શ્રીદેવી કે બોની કપૂરની દીકરી છે તેથી તેને આ બધુ પ્રાપ્ત થયું.