આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ઘોઘંબા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ

ઘોઘંબા તાલુકા ખાતે પંચમહાલ આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા સરકારના વિશ્વ સ્તનપાન કાર્યક્રમ અંતર્ગત વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત તાલુકાના બી.આર.જી.એફ હોલમાં સ્તનપાન સપ્તાહની કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ઘટકની આંગણવાડી કાર્યકર બહેનો જિલ્લા કક્ષાએથી આવેલ પ્રોગ્રામ ઓફિસર તેમજ વડોદરા ઝૉન પ્રાદેશિક સંયોજક IIPHG પાયલબેન મેઘાણી તેમજ જિલ્લા પોષણ અભિયાન અંતર્ગત ડિસ્ટ્રીકટ કોર્ડીનેટર તેમજ પુર્ણા કન્સલન્ટ તેમજ ઘોઘંબાના તાલુકા વિકાસ અધિકારી તેમજ ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ અનુરૂપ વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત પ્રોગ્રામ ઓફિસર દ્વારા ઉપસ્થિતોને આઇ.સી.ડી.એસ વિભાગમાં ચાલતી વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપી તેમજ ટી.એચ.આર થકી બનતી વાનગીઓનું ડેમો કરી સમજણ આપવામાં આવી હતી. સ્થાનિક શાકભાજી,તેમજ સરગવો જેવા ઔષધીય વનસ્પતિનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાદેશિક સંયોજક દ્વારા ઉપસ્થિતોને વિશ્વ સ્તનપાન થીમ અંગે સમજ આપવામાં આવી હતી. આ સાથે પર્યાવરણના જતન,વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. ઘોઘંબા તાલુકા પંચાયતથી મામલતદાર કચેરી સુધી સ્તનપાનનું મહત્વ સમજાવવા સૂત્રોચ્ચાર સાથે રેલી નિકાળવામાં આવી હતી.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *