મહિલા અને બાળ કલ્યાણ વિભાગ કમિશ્નરનો પરિપત્ર હોવા છતા નિયમો અનુસાર મુલાકાત કરતા નથી”
રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના આશિર્વાદ છે ?
તારીખ ૨૮/૯/૨૦૧૮ નો કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગનો એક પરિપત્ર છે કે મુખ્યસેવીકા, બાળ વિકાસ યોજના અધિકારી, પ્રોગ્રામ ઓફિસરે એક મહિના કુલ કેટલી આંગણવાડી મુલાકાત કરવી તે પરિપત્ર જાણે આ બાળ વિકાસ યોજના અધિકારી કોમલબેન ઠાકરને લાગુ નહીં પડતો હોય ?
સવારે મોડા ફરજ પર આવે છે અને સાંજે ટ્રેનમા પાંચ વાગે રાજકોટ પોતાની ઘરે પોતાની મરજીથી ચાલ્યા જાય એક બાજુ રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સાંજે ફરજના સમયથી વધારે સમય સુધી કચેરી અવારનવાર કાર્યરત રાખીને કામગીરી કરતા હોય તો શુ આ બાળ વિકાસ યોજના અધિકારી સરકારી પબ્લિક ફંડ પગાર મેળવતી હોવા છતા સમયના નિયમો લાગુ નહીં પડતા હોય ?અગાઉ પણ આ બાળ વિકાસ યોજના અધિકારીએ પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી અને કરાવીને ત્રણ આંગણવાડી કાર્યકરોના કબૂલાતનામાં લખાવી નોકરી સમાપ્ત કરેલ છે જેની હાલ કોર્ટમા આ બાબત ચાલુ છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.આ બાળ વિકાસ યોજના અધિકારી હાલ જામકંડોરણા તાલુકામાં આંગણવાડી ભરતી પ્રક્રિયામા પણ ખોટી કાર્યવાહી કરેલ હોય તેવી ઉચ્ચકક્ષાએ લેખિત ફરિયાદો પણ થઈ આવી છે.રાજકોટ જિલ્લા પ્રોગ્રામ રાજકોટ જિલ્લા ના તમામ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીના લોકેશન મંગાવીને મોનીટરીંગ કરે છે છતા રોજ કેમ પાંચ વાગે ટ્રેનમા ફરજના સમયે ઘરે ચાલ્યા જાય છે છતા રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કેમ કોઈ કાર્યવાહી કરતા નથી તે મોટો પ્રશ્ન છે? આ બાળ વિકાસ યોજના અધિકારી એ દ્વારા ફરજમા ચાલતી લાલિયાવાડી અંગે લેખિત રજૂઆત પણ રાજકોટ જોન વિભાગીય નાયબ નિયામક પૂર્વી બેન પંચાલ સુધી થયેલ છે અને તેમાં જાણવા મળ્યું છે તે મુજબ તે લેખીત રજુઆતની તપાસ માટે સબંધિત અધિકારી ને યોગ્ય કરવા તબદીલ કરેલ હોવા છતા કોઈ કાર્યવાહી થયેલ હોય તેવું જાણવા મળેલ નથી. જાણવા મળેલ મુજબ કે ગોંડલ 2 જામકંડોરણા તાલુકાના અમુક ગામની અમુક આંગણવાડીઓ આજ દિન સુધીમાં આ બાળ વિકાસ યોજના અધિકારીએ બિલકુલ મુલાકાત કરેલ કે જોઈ પણ નથી ક્યાં આવી છે !થોડાક મહિના પેલા જામકંડોરણા તાલુકામાં આઇ.સી.ડી.એસ ઘટકના મુખ્યસેવીકાના પગાર પણ ટાઈમસર થયેલા નહોતા તેવું વારંવાર બનેલ છે જાણે કે આ બાળ વિકાસ યોજના અધિકારી ને કોઈ નિયમો, પરિપત્રો, ફરજની સમય મર્યાદા કે કોઈ બીજી બાબતો નિયમો લાગુ ના પડતા હોય તેમ કામગીરી કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે છતા રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના આશિર્વાદ છે?આ અંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અજાણ હોય શકે બાકી આવી રીતે ચાલે નહીં.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ