ગાંધી સર્કલથી જૂનાનાળા સુધીના RCC રોડની કામગીરી દરમ્યાન અપાયેલ ડાયવર્ઝનનાં માર્ગ પર ટ્રાફિક સમસ્યા ટાળવા યોગ્ય આયોજન નહિ થાય તો ટ્રાફિક સમસ્યા બેકાબુ બનશે

વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પૂર્વ ભાગમાં રેલવે જુના ગરનાળા થી ગાંધી સર્કલ સુધીના રોડ ને RCC બનાવવાની કામગીરી શરૂ થશે ત્યારે, સાંકળા ડાયવર્ઝન રૂટને પહોળા કરી, ખાડાઓનું પુરાણ કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા યોગ્ય આયોજન જરૂરી છે. જો કે આ અંગે મનપા અને PWD ના અધિકારીઓ હાલ નિષ્ક્રિય હોવાનું જણાય રહ્યું છે.

વાપી મહાનગરપાલિકાએ જનતાને અપીલ કરતી અખબારી યાદી બહાર પાડી જણાવ્યું છે. કે, આ RCC રોડની કામગીરી બે તબક્કામાં કરવામાં આવનાર છે. પ્રથમ ભાગમાં જુના ગરનાળા થી ગાંધી સર્કલ તરફ જતો એક તરફનો માર્ગ આગામી 30 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. જેની અવેઝમાં રેલવે સ્ટેશન ટિકિટબારી (પૂર્વ) થી કોપરલી કે સેલવાસ રોડ જવા માટે સરદાર માર્કેટને લાગુ ROB નિર્માણવાળો રોડ તથા વાપી ટાઉન થી નવા નાળા/જૂના નાળા થી પૂર્વ ભાગમાં જવા માટે જે-ટાઇપ રોડ તથા ટાંકી ફળિયા રોડ ખાતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

જો કે, આ બંને ડાયવર્ઝન અંગે વાપીના લોકોનું કહેવું છે કે, મહાનગરપાલિકાએ આ પહેલા ટાઉનમાં હનુમાન મંદિરથી કચીગામ રોડ મહારાણા સર્કલ સુધીનો માર્ગ RCC બનાવવા 30 દિવસની મહેતલ આપી હતી. જે સમય મર્યાદામાં આ માર્ગની કામગીરી પૂર્ણ થાય તેવા કોઈ સંકેત જોવા મળતા નથી. ત્યારે, પૂર્વ ભાગમાં ગાંધી સર્કલથી જુના ગરનાળા સુધીની કામગીરી માટે આ માર્ગ પર પણ 30 દિવસ સુધી વાહનચાલકોને એક તરફ જવા માટે પ્રતિબંધ ફરમાવી ડાયવર્ઝન અપાયું છે.

આ ડાયવર્ઝન અંગે સામાજિક અગ્રણી ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે, આ સ્ટેશન માર્ગ સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતો માર્ગ છે. જેની કામગીરી દરમ્યાન જે ડાયવર્ઝન અપાયા છે. તે ખૂબ જ સાંકળો માર્ગ છે. ઠેરઠેર ખાડાઓ અને કાચો માર્ગ છે. ત્યારે, તંત્રએ પહેલા એ માર્ગને પહોળો કરવો. ખાડાઓની મરામત કરી કાચા માર્ગ પર ડામર પાથરવો જરૂરી છે. નહીંતર લોકો પારાવાર હેરાનગતિ સાથે ટ્રાફિક સમસ્યામાં અટવાતા રહેશે. આ બધું જ આયોજન કોઈ અકસ્માત બાદ કોઈનું મૃત્યુ થાય તે પહેલાં કરે તે જરૂરી છે. પછી કરેલી કામગીરી નો કોઈ મતલબ સરતો નથી.

વાપી થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *