સંઘપ્રદેશ દમણમાં લોકસભા બેઠકની ચૂંટણી માટે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા છેલ્લા દોઢ મહિનાથી ચાલતા ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થયા છે, અને 7 મેના રોજ મતદાન યોજાનાર છે, તંત્રએ મતદાનની તૈયારીનેઓને આખરી ઓપ આપી દીધો છે. ત્યારે ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતતાનો ચુસ્ત પણે અમલ થાય, સુલેહ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે, તેમજ મતદાનના દિવસે કોઈ વિક્ષેપ ન પડે તે માટે દમણનું તંત્ર સજ્જ થયું છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-06-at-1.40.21-PM-1-1024x576.jpeg)
પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થાય એવા ઉદ્દેશ સાથે આજે મોડી સાંજે દમણ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી, જેમાં દમણ પોલીસ સાથે વિવિધ રાજ્યો અને સુરક્ષા દળોની 6 કંપનીઓ જોડાઈ હતી, જેઓએ શહેરના જુદાજુદા વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરીને સવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. મતદાનના દિવસે મતદારો નિર્ભીક વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફેલગમાર્ચમા દમણ ડીઆઈજી, ડેપ્યુટી કલેકટર, એસડીપીઓ સહીત સુરક્ષા દળો અને વિવિધ રાજ્યોના પોલીસ જવાનો જોડાયા હતા.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ