ગાંધીનગરમાં ટેટ અને ટાટ 1,2ના ઉમેદવારોઓ ન્યાય માટે સરકારનો દરવાજો ખટખટાવ્યો

રોજગાર માંગવા ગયેલા ઉમેદવારોને પોલીસે દંડા અને ધક્કા મારી રસ્તે ઢસેડ્યા

ગાંધીનગરમાં ટેટ અને ટાટ 1,2ના ઉમેદવારોઓ ન્યાય માટે સરકારનો દરવાજો ખટખટાવવા પહોચે તે પહેલા જ પોલીસે 700થી વધુ ઉમેદવારોને ઉઠાવી લીધા હતાં. વર્ષ 2023માં ટેટ અને ટાટ 1,2ના ઉમેદવારોઓ પરીક્ષા પાસ કરી હતી.ત્યારે 15 જુને શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું શિક્ષણ મંત્રી દ્વારા આશ્વાશન આપવામાં આવ્યું હતું, પરંતુ તે વાતને લઇ 1 વર્ષ થઇ ગયું છે. ત્યારે 70000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, પરંતુ તેમણી ખાલી પડેલી જગ્યાને હજુ સુધી કેમ પુરી કરવામાં નહીં આવતી તે પ્રશ્ન હજુપણ અકબંધ રહ્યો છે.

ગાંધીનગર ખાતે તા,18 જૂને ટેટ અને ટાટ 1/2ના ઉમેદાવારો નોકરીની રજૂઆત કરી ન્યાયની ભીખ માંગવા પહોચેલા ઉમેદવારોને આતંકવાદ જેવો વ્યવહાર કરતાં પોલીસ કર્મીઓના વીડિયો અને ફોટાઓ સોશ્યલ મીડિયામાં ફરતાં થયા હતાં. ઉમેદવારો પોતાની માંગણીઓ લઇને આવી,જ્ઞાન સહાયક બંધ કરો બંધ કરો, ગુજરાત માંગે કાયમી શિક્ષણ, શિક્ષણ મંત્રી હાય હાય, ભાજપ તેરી તાનાશાહી નહિ ચલેંગી નહિ ચલેંગી, હમ હમારા હક માંગતે નહિ તુમ્હારી ભીખ માંગતે, જબ જબ સરકાર ડરતી હે તબ પુલિસ કો આગે કરતી હે, વિનોદ તેરી હાય હાય, બોલેલા વચન પુરા કરો,ના નારાથી સમગ્ર ગાંધીનગર ગુંજી ઉઠ્યું હતું. પરંતુ સરકારના પેટમાંથી પાણી પણ હલ્યું નહીં,તેથી નોકરીની માંગણીએ આવેલા ઉમેદવારો રડતાં રહ્યાં. પોલીસે પોતાની ફરજ કાજે માનસાઇ નેવે મુકી મૃત્યુ પામેલા જાનવરોની જેમ હાથ પગ પકડીને ધક્કો મારતાં, ગળું દબાવતા અને માછલીની ડોક પકડી હોય તેવી રીતે ઉમેદવારોની ડોક પકડી ઢસેડીને લઇ જતાં જોવા મળ્યાં હતાં. સવાલ એ થાય છે કે તેઓ તેમનો હક અને ન્યાય માંગે છે તેનું આ પરિણામ ઉમેદવારો ભોગવી રહ્યાં છે, કે સરકારે કરેલા વાયદાના વચનોથી ફરી ગઇ તેનું ?વર્ષ 2023માં તમામ માધ્યમની ટેટ 1,2 અને ટાટ 1,2ની પરીક્ષા લીધી હતી. તેમાં 1 લાખથી પણ વધુ ઉમેદવાર પાસ થયા હતાં. ત્યારે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી માટે 70 હજાર શિક્ષકોની જગ્યા ખાલી પડેલી છે.જેના માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પણ તૈયાર છે છતાં પણ ખાલી પડેલી શિક્ષકોની ઘટ કેમ પુરવા આંખે પાટા બાંધી સરકાર તમાસા જોઇ રહ્યાં છે, તે સવાલોના જવાબો હજુ અકબંધ રહ્યાં છે.

600થી વધુ શાળાઓ એવી છે કે જ્યાં મજબુર થઇને પણ એક જ શિક્ષકથી શાળાઓ ચાલી રહી છે, તો કાયમી ભરતી ક્યારે કરશે? જો એક જ શિક્ષક આખી શાળાનાં બાળકો ભણી શકતાં હોય તો અલગ અલગ વર્ગો કેમ ફાળવવામાં આવ્યાં ? બાળકો અલગ અલગ વર્ગોના હોય તો એક જ શિક્ષક તમામ વિદ્યાર્થીને અલગ અલગ કેવી રીતે શિક્ષણ આપશે? એક શાળામાં ઓછામાં ઓછા 100 બાળકો અભ્યાસ કરતાં હોય તો એક શિક્ષક તેમણે ભણાવશે કે તેમણી કાળજી રાખશે ? જો બાળકને યોગ્ય શિક્ષણ નહિ મળે તો તેના ભવિષ્યનું શું? જો બાળકોના ભણતરનો પાયો જ મજબુત નહિ બને તો તેના માટે જવાબદાર કોણ? આવા અનેક સવાલો વચ્ચે એક ઉમેદવારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરેને ફોન કરીને કીધું હતું કે 15 જૂને કાયમી ભરતી કરવાની વાત કરી હતી તો કેમ હવે વચનોથી ફરી જાઓ છો આટલું પૂછતાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે મૂકી દે હેડ એવો જવાબ આપી ફોન મુકી દીધો હતો.ઉમેદવારો કહી રહ્યાં હતાં કે સરકાર એટલે જ શિક્ષકની ભરતી નહી કરતી કે અમે વિદ્યાર્થીને યોગ્ય શિક્ષણ આપીશું તો તેમનાં પાયા હલી જશે, તેમની સરકાર પડી ભાગશે,માટે શિક્ષકોની ભરતી કરતા નથી.પણ પોલીસ અને કોર્ટની ભરતી એટલા માટે જલદી કરવામાં આવે છે કે તેઓ તેમનાં ઇશારે નાચશે, પણ શિક્ષકોની ભરતી થશે ને તેમણે યોગ્ય શિક્ષણ મળશે તો તેમણા ઇશારે કોણ નાચશે માટે તેઓ શિક્ષકણી ભરતી કરવાનું ટાળી રહ્યાં છે.પોલીસ પણ એક સમયે આ જ ટોળાનો એક હિસ્સો બની ઉભા રહેતાં હતાં ને તેમણે પણ આવી પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો હતો તો કેમ તેઓ ભુલી જાય છે ને આંતકવાદી જેવો વ્યવહાર ભવિષ્યના તેમના બાળકોનું ઘડતર ઘડવા આ આંદોલન કરી રહ્યાં છે તેમને કેમ આવું કરી રહ્યાં છે.સરકાર કહે છે કે બેટી બચાવો ત્યારે આ જાહેર રસ્તાઓ પર ઢસેડીને લઇ જવામાં આવે ત્યારે આ વાત કેટલી યોગ્ય?રજૂઆતો કરવા આવ્યાં તો સત્તાના પાવરથી તાકાત બતાવી રોકવામાં આવ્યાં હતાં.અમારી નોકરીની રજૂઆત 15 જૂને કરી હતી ત્યારે તેમણે નોકરીની વાત કરી હતી પરંતું હવે તેઓ એકાએક હાથ પાછા ખેંચી બોલેલા વચનો ભુલીને નવી ભરતી જ્ઞાન સહાયક બહાર પાડી હતી જે 11 મહીનાના કરાર પર રાખી સમયાંતરે છુટા કરી દેવામાં આવે છે.જેથી અમારા ભવિષ્ય સાથેના ચેડા કરતી આ સરકાર ક્યા સુધી અમારા તમાસા બનાવ્યાં કરશે? જેવી અનેક વાતોના વંટોળે જનતાનાં કાંન ગુજવ્યાં હતાં.

જીજ્ઞેશ મેવાણીઃ સામાન્ય પરિવારના રાત દિવસ મહેનત કરી તેમના માબાપે કાળી મજૂરી કરી એ આશાએ કે ભવિષ્યમાં ઘડપણની લાઠી બનશે સરકારી નોકરી મેળવશે, પરંતુ આ રાજ્યની સરકારમાં ખાલી પડેલી નોકરીની ભરતી થતી નથી પરંતુ ટેટ ટાટના યુવાનો યુવતીઓ જે લાંબા વખતથી માનનીય શિક્ષણ મંત્રી, મુખ્ય મંત્રી સચિવ શ્રી સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યાં છે.કે આજે આપણાં ગુજરાતમાં 70000થી વધુ શિક્ષકોની ઘટ પડે છે. ગુજરાતની વર્તમાન પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.ત્યારે 90000 જેટલા ટેટ ટાટની પરિક્ષા પાસ કરી એમને તો નોકરી આપોને, શા માટે તમે એમને નોકરીથી વંચિત કરી રહ્યાં છો.આ મુદ્દાને લઇ ધરણા કર્યાં રેલીઓ કરી અરજીઓ કરી આવેદન પત્રો આપ્યાં અમદાવાદ અને ગાંધી નગરમાં રેલી કરી તો બધાની આજે અટકાયત કરવામાં આવી છે. અને રાજ્યની સરકાર તરફથી કેમ અમારી સાથે કોઇ ડાયલોગ પણ કરવા તૈયાર નથી.અને ગુજરાતના યુવાનોનું જીવન અંધકારમય બનાવ્યું છે.જેથી જીગ્નેશ મેવાણી મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અને માનનિય શિક્ષણમંત્રીને હાથ જોડીને વિનંતી અને અપિલ કરવા માંગુ છું.કે તાબડતોબ આ બાબતે નિર્ણય કરવામાં અને જેટલા પણ યુવાનો અને યુવતિઓ છે તેમને ન્યાન આપવામાં આવે.આ દિશામાં રાજ્યની સરકાર યોગ્ય નહિં કરે તો આવનાર દિવસોમાં અમદાવાદ શહેરોમાં એક જબરદસ્ત મોટી આક્રોશ રેલીનું પ્લાનિંગ કરીશું અને એ વખતે રાજ્યની સરકાર વધારે મુશ્કેલીમાં મુકાશે.ખુબ મોટી સંખ્યામાં આવશે એટલે રાજ્યની સરકારને એટલી વિનંતી કે એમની આ વ્યાજબની વાતનો ધ્યાને લઇ ન્યાય આપવા જણાવ્યું હતું.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *