મોડાસા શહેર નજીક ધુણાઇ માતાના મંદિર પાસેના રોડ ઉપર ચાલતી ગટર લાઇનનું સમયસર પુરવામાં ન આવતાં રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.જોકે વહેલી સવારે એક સ્કુલવાાન વિદ્યાર્થીઓને લઇ સ્કુલમાં છોડવા જતાં હતાં તે દરમિયાન ગાડી ચાલકને ગટર ન દેખાઇ આવતાં પાંચ વિદ્યાર્થીઓ સાથે સ્કુલવાન ગાડીમાં ખાબકી.
મોડાસા શહેરના ડીપી રોડ પર આવેલ ધુણાઇ માતાના મંદિર પાસેના રોડ ઉપર ચાલતી ભૂગર્ભ ગટર લાઇનનું સમારકામ કરવા માટે ખોદવામાં આવી હતી.બાદમાં તેણે જેવી હતી તેવી જ હાલતમાં મુકી દેતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જો કે આ રસ્તે થઇ ઘણા વાહણો પસાર થતાં હોય છે. ત્યારે આ ગટરને લઇ વાહન ચાલકોએ ઘણી સાવચેતી દાખવવાનો વારો આવ્યો છે.જો કે ગટર તંત્રની આંખ આગળ હોવા છતાં પણ આંખ આગળ આડા કાન કરી નાસીપાક બની અજાણ હોવાનો દાવો કરતાં હોય તેવું લાગી રહ્યું છે. ગટરમાં દિન દરમિયાન કોઇને કોઇ વાહન ગટરમાં ખાબકી પડતું હોય છે.પરંતુ આ બનાવ અટકે અને કોઇ રાહદારી તેમજ વાહન ચાલકને કોઇ જાનહાની ન પહોંચે તેના માટે કોઇ ગટરને પુરવાની દહેશત લેતું નથી.આવી મંથન ગતીથી ચાલતી કામગીરીને લઇ સમયસર ખાડાઓ પુરવામાં ન આવતાં આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી સ્કુલવાન ખાડામાં ઉતરી પડતાં ગાડીમાં સવાર પાંચ વિદ્યાર્થીઓનો જીવ હથેળીએ આવી ગયો હતો.જેથી ગભરાયેલા બાળકોએ પોતાની સમય સુચકતાં વાપરી ગાડીની નીચે ઉતરી પડતાં જાનાહાની થતાં બચી હતી.આ જોઇ આજુબાજુના ગલ્લાઓના દુકાનદારો તેમજ રાહદારીઓ રોષે ભરાયા હતાં.સત્વરે આ મહાકાય ખાડાને પુરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. ખાડામાં ખાબકી પડેલી ગાડીને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
અરવલ્લીથી હિતેન્દ્ર પટેલનો રિપોર્ટ