શહેરની સોસાયટીઓમાં આવા અવનવા ધંધાનો સહારો લઇ પડદા પાછળ રમત રમતા લબરમુછીયા સોસાયટીમાં ગુસી વિવિધ પ્રોડક્સ બતાવી નગરજનોને લુંટવાનો પ્રયત્ન કરતાં હોય છે.તેવી જ રીતે મોડાસા શહેરની માણેક બા સોસાયટીમાં તાજેતરમાં બપોરના સુમારે સેલ્સમેનની આડમાં ત્રણ લબરમુછિયાની ગેંગ ત્રાટકી હતી.જેમાં વાસણ અને દાગીણા ચમકાવી આપવાના બહાના હેઠળ,વૃદ્ધા ગઠિયાઓની વાતમાં આવી જતા તેમણે પહેરેલી સોનાની અઢી તોલાની બે બંગડી કાઢી આપી હતી,જે બાદ ગઠીયાઓએ વૃધ્ધાની આંખમાં કેમિકલ જેવો પદાર્થ લગાવતા બેહોસ થઇ ગઇ હતી.જેથી તકનો લાભ લઇ ઠગીયાઓએ સોના જેવી જ ડુબ્લિકેટ દેખાતી બંગડી પહેરાવીને ફરાર થઇ ગયા હતા.
મોડાસા શહેરની માણેક બા સોસાયટીમાં તાજેતરમાં બપોરના સુમારે,સેલ્સમેનના સ્વાંગમાં આવેલ ત્રણ જેટલા લબરમુછિયાની ગેંગ ત્રાટકી હતી, શહેરની સોસાયટીઓમાં વાસણ અને દાગીના ચમકાવી આપવાના બહાના હેઠળ,રહેણાંક વિસ્તારના ઘરમાં એકલ દોકલ રહેતી મહિલાઓને જોઇ તેમની સાથે વાતમેળાપ કરી તેઓ સેમ્પુંનું માર્કેટિંગ કરતા હોવાનું જણાવી ઠગવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાસમાં આવી હતી ,મોડાસા શહેરની એક સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ માતા ઘરે એકલા હતા તે સમયે,આવેલા ત્રણ શખ્શોએ વાસણ અને દાગીના ચમકાવવાની વાત કરતા ,વૃદ્ધા ગઠિયાઓની વાતમાં આવી જતા તેમણે પહેરેલી સોનાની અઢી તોલાની બે બંગડી કાઢી આપી હતી,એક ઠગે તેમના વૃધ્ધાના હાથે કેમિકલ જેવો પદાર્થ લગાવતા,વૃધ્ધા બેસુદ્ધ જેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા,ત્રણે ઠગે સોનાની અઢી તોલાની બંગડી સરકાવી લઇ,સોના જેવી ડુપ્લિકેટ દેખાતી બંગડી હાથમાં પકડાવીને,લફુચક્કર થવામાં સફળ રહ્યા હતા,વૃદ્ધાને થોડા સમય પછી ભાણ આવ્યુ અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં,બૂમાબૂમ કરી મુકતા સોસાયટીની મહિલાઓ એકઠી થઈ ગઈ હતી,આ અંગે મોડાસા પોલિસ મથકમાં વૃધ્ધ મહિલાએ ફરિયાદ દાખલ કરી છે.જેથી મોડાસા પોલીસે ત્રણે ગઠિયાઓના ચહેરા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા જોઇ ચક્રો ગતિમાન કર્યાં છે.
અરવલ્લીથી હિતેન્દ્ર પટેલનો રિપોર્ટ