પોલીસ સઘન પેટ્રોલિંગ અને દંડાત્મક કાર્યવાહી કરવા મજબૂર બની
સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી કૉઈપણ વ્યક્તિ, પર્યટકો કે સ્થાનિક માછીમારોને દરિયામાં ન જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે, આ પ્રતિબંધને અનુલક્ષીને પણ છાશવારે દમણના દરિયા કિનારે સહેલગાહે આવતા પર્યટકો જીવના જોખમે કિનારે લટારા મારતા જોવા મળે છે.જેને ધ્યાને લઇ દમણ પોલીસ પેટ્રોલિંગ ચાલુ કરી આવી બેદરકારી કરનારા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવા મજબુર બની છે.
તાજેતરમાં, એક યુવતીનો વિડિયો શોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં, યુવતી પ્રતિબંધિત દરિયા કિનારે બપોરના ભરતીના સમયે કિનારે રેતીમાં ઊભી હતી. એ સમયે, એક જોરદાર મોજું તીવ્ર ઝડપે કિનારે આવતા યુવતી તરત જ દોડીને દાદર ચઢી ગઈ હતી.એવું કરવું તેના માટે કેટલી મોટું જોખમ સાબિત થાય છે તે પણ સમજવું જરૂરી છે. દરિયો એકવાર કોઈને પોતાનામાં સમાવી લે તો તે મૃત્યુ બાદ જ બહાર કાઢે છે. થોડા દિવસ અગાઉ જ મોટી દમણ અને નાની દમણના દરિયામાં ત્રણ પર્યટકો દરિયામાં ડૂબી જવાને કારણે તેમણે જીવથી હાથ ધોઈ બેસવાનો વારો આવ્યો હતો..આ સ્થિતિને જોતા, દમણ પોલીસે હવે દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને જીવ સાથે ચેડા કરતા તેમજ કાયદાનું ઉલ્લંઘન કરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની યોજના ઘડી છે.પોલીસની આ કાર્યવાહીને કારણે લોકોને સબક મળશે અને કાયદાનું પાલન કરવા પ્રેરણા મળશે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ