સરીગામ SIAની વાર્ષિક સાધારણ સભામાં SIA હોલ સહિત વિવિધ કામો અંગે ચર્ચા કરાઈ

ઉમરગામ તાલુકાના બહુધા ઔદ્યોગિક વસાહત ધરાવતી સરીગામ જીઆઇડીસી માં વર્ષોથી કાર્યરત સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના હોલ ખાતે ગુરૂવારના પ્રમુખ નિર્મલ દુધાનીના અધ્યક્ષતા હેઠળ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શરુઆત પ્રમુખ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત સૌ ઉદ્યોગપતિઓનું શાબ્દિક સ્વાગત કરી, વર્ષ 2023-24નીઆવક જાવકનો હિસાબ રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. આ સાથે વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરતા, આગામી દિવસોમાં સર્વપ્રથમ નવા એસઆઇએ હોલ નિર્માણ કાર્યનું ખાતમુર્હુત, બાયપાસનો જર્જરીત માર્ગને પીડબ્લ્યુડી દ્વારા ટેન્ડર પ્રક્રિયાનો આરંભ કરી, 22 કરોડના ખર્ચે દિવાળી સુધી રોડ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશેની વિશેષ માહિતી આપી હતી. ઉદ્યોગપતિઓને જમીન તેમજ જીએસટીના કાયદામાં આઈ.ટી.સી ક્ષેત્રે કરવા આગામી દિવસો માંગ કરવામાં આવશે, SIA કમિટીના મેમ્બરો સાથે સંવાદ, એસ્ટેટના વિકાસને લગતા મુદ્દાઓની ચર્ચા, ડોમેસ્ટિક અને સોલિડ વેસ્ટની જગ્યા ફાળવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જોકે તેની સાથે મેમ્બરોના અગત્યના સૂચનોને આવકારી, તેની પણ ચર્ચા કરી આગામી દિવસોમાં સમાધાન કરવા મહત્વની જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતમાં સેક્રેટરી આનંદ પટેલે વોટ ઓફ થેંકસ આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. આકાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ સીરીશ દેસાઈ, કમલેશ ભટ્ટ, ઉદય માર્બલી, શિવદાસન દાસ તથા SIAની એક્ઝિક્યુટિવ સભ્યોની ટીમ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *