સોળસુંબા પૂર્વ વિસ્તારમાં શ્રી ભવાની કોમ્પલેક્ષની સોસાયટીના ચેમ્બરમાંથી ગંદુ પાણી મુખ્ય માર્ગ પર વહેતું હોવાથી દિનપ્રતિદિન ગંદકી ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે.જો કે આ સમસ્યા ઘણા સમયથી જેસે થે વેસેની હાલતમાં જોવા મળતાં સ્થાનિક રહેવાસીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.
ચોમાસનાની ઋતુની શરુઆત થઇ ગઇ છે,ત્યારે શહેરની ગલીઓમાં ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યા જોવા મળે છે.ત્યારે ઉમરગામ તાલુકાના સોળસુંબા સોસાયટીના ચેમ્બરમાં વરસાદી પાણી તો ઠીક પરંતુ,આ સોસાયટીના ચેમ્બરમાંથી ગંદુ પાણી છલકવાની ઘટના ઘણા સમયથી યથાવત જોવા મળી રહી છે.જોકે મુખ્ય માર્ગ અને અડીને આવેલી ખુલ્લી જમીનમાં ગંદા પાણીનો ભરાવો થઈ રહ્યો છે.તેથી અહિંયાથી પસાર થતાં રાહદારીઓને આ દુર્ગંધ મારતાં ગંદા પાણીથી તેમનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય તેવી બીક તેમના મનમાં હંમેશને માટે સતાવી રહી છે. જેથી જાહેર આરોગ્ય ન જોખમાય તેવી સ્થિતિને ધ્યાને લઇને સ્થાનિકોની સોસાયટી સામે નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી કરી,તાત્કાલિક ધોરણે પગલા લઇ ગંદા પાણીનો નિકાલ કાયમી માટે હલ કરવામાં આવે તેવી સ્થાનિક માંગ પ્રબળ બની છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ