શનિવારે વાપીમાં અધૂરી જાણકારી સાથેના એક સમાચારે વાપીવાસીઓના જીવ અધ્ધર કરી દીધા હતા. જેમાં વાપી GIDCમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ લિકેઝની ઘટના બની હોવાના સમાચાર વાપીમાં મોટા ભા બનીને ફરતા કેટલાક મીડિયા કર્મીઓએ સોશ્યલ મીડિયામાં વહેતા કર્યા હતાં. કેટલાક યુ-ટયુબર્સે તો કંપનીના ગેટ આગળ ઊભા રહી અધૂરી જાણકારી સાથે નો બફાટ કરી વાપી પંથકમાં ચકચાર જગાવી દીધી હતી.
સામાન્ય રીતે હિન્દીમાં એક કહેવત છે કે, આધી અધૂરી જાનકારી હાનિકારક હોતી હૈ.આ કહેવત આ ઘટનામાં સાર્થક થઈ છે. ગેસ લિકેજની ઘટના અંગે કંપનીના રિકેન ટંડેલ સાથે ટેલીફોનીક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે,આરતી ઇન્ડસ્ટ્રીઝ નો એક પ્લાન્ટ છેલ્લા 25 દિવસથી બંધ હતો. જે પ્લાન્ટને શનિવારે શરૂ કરવામાં આવ્યો હતો.તે સમયે કંપનીના પ્લાન્ટમાં લાગેલી મશીનરીના રહેલો ગેસ બહાર નીકળ્યો હતો.આવો છુકારો સામાન્ય રીતે અન્ય પ્લાન્ટમાં કે ગેસ ચેમ્બરો માંથી પણ થતો હોય છે.તે અંગે કંપનીના કર્મચારીઓ સંચાલકોએ સુપેરે વાકેફ હોય છે. અંહિ પણ કંપનીના કર્મચારીઓ તેનાથી વાકેફ હતા.પ્લાન્ટ શરૂ કરતાં પહેલાં ગેસ કેટલો અને કેટલા મિનિટ સુધી લીકેજ થશે તેની વિગતો મેળવવા મીટર સાથે ચેકીંગ કરવામાં આવે છે. આ પ્લાન્ટ ને પણ શરૂ કરતાં પહેલા તે તકેદારી રાખી હતી. જે દરમ્યાન એકાદ મિનિટ થી ઓછા સમય માટે ગેસ લીકેજ થયો હતો. અને તે બાદ તે તરત જ બંધ થઈ ગયો હતો. આ સમય ગાળા દરમ્યાન કંપનીમાં અને નજીકની કંપનીઓમાં કામદારો કામ કરતા હતા. જેઓને પણ તેનાથી વાકેફ કરવામાં આવ્યા હતાં. આખી ઘટનાને કોઈકે મીડિયામાં ગેસ લીકેજ થયો અને આસપાસની કંપનીઓમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો એ રીતે ચીતરી દીધી છે. હકીકતે આ પ્રકારે ગેસ નીકળવો સામાન્ય બાબત છે અને આ ઘટનામાં કોઈ ને જ કોઈ પણ પ્રકારની નુકસાની થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, કોઈ પણ સમાચારને પ્રસારિત કરતા પહેલા તે સમાચાર અંગે પૂરતી વિગતો હોવી જોઈએ તો જ એ સમાચાર સત્ય ગણાતા હોય છે. તેમજ વાચકોનો વિશ્વાસ પ્રાપ્ત થતો હોય છે. જો કે, આજ ના ડિજિટલ ન્યુઝ ના જમાનામાં હવે એ સાવચેતી અને સત્યતા આધારે સમાચાર લખવાને બદલે મીડિયા કર્મીઓ અધૂરી જાણકારી આધારે સમાચાર બનાવી તેને સોશ્યલ મીડિયામાં અપલોડ કરી સનસનાટી મચાવી દેતા હોય છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ