વલસાડ જિલ્લાના ઉમરગામના ભાઠી કરંબેલી ગામમાં હમણાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાઠી કરંબેલી ગામની હૂમરણ પ્રાથમિક શાળાના બાળકો સીડી વગર શાળાના ધાબા પર ચડતા અને ઉતરતા નજરે પડ્યા છે.જોકે બાળકોને તો મજા આવે ત્યાં રમવાનું ચાલુ કરી દેતાં હોય છે. પરંતુ તે મજા ક્યારે તેમના મોતનું કારણ બની જાય છે, જેની તેમને પણ જાણ પણ હોતી નથી.આ ઘટનામાં જીવના જોખમે કૂદકો મારીને ધાબાની દીવાલ પર લટકીને બાળકો ચડતા ઉતરતા દેખાતાં શાળાના કર્મચારીઓથી લઇ સંચાલકોને પણ, બાળકોના જીવન માટેનો એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે.
જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વિડિઓ ઉતારીને સોસિયલ મીડિયામાં વાઇરલ કર્યો, જે બાદ આ મુદ્દે અનેક ચિંતાઓ ઉઠી છે.આ વિડિઓમાં સ્પષ્ટ દેખાય છે કે શિક્ષકોનું ધ્યાન બાળકો પર નથી.હવે આ પ્રશ્ન ઉઠે છે કે, ચાલી રહેલી શાળામાં બાળકો સાથે કોઈ દુર્ઘટના ઘટે તો તેના જવાબદાર કોણ? શાળામાં બાળકોની આ પ્રકારની પ્રવૃત્તિ અને તેમની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે.આ ઘટના પછી શાળા પર અને શિક્ષકો પર બાળકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા માટે દબાણ વધી રહ્યું છે,અને આવા કિસ્સાઓને ટાળવા માટે કડક નિયમો અમલમાં લાવવા માટે સ્થાનિક પ્રશાસનના પ્રયાસો શરૂ થઈ ગયા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ