વલસાડ જિલ્લામાં મોટા પાયે દારૂનો નાશ : 13 પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલ 3.31 કરોડનો દારૂ નાશ કર્યો,પારડીમાં સૌથી વધુ 61.58 લાખનો દારૂ પકડાયો હતો



વલસાડ જિલ્લાના દમણ, સેલવાસ અને મહારાષ્ટ્ર સરહદને જોડતો સરહદી વિસ્તાર હોવાથી અહીં મોટા પાયે દારૂની હેરાફેરી થતા રહે છે. નશા મુકત ભારત મિશન અંતર્ગત અને 2025 સુધી દારૂમુક્ત ગુજરાતના લક્ષ્ય સાથે જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની દેખરેખ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી.

જિલ્લાની 13 પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધી જપ્ત કરાયેલ કુલ રૂ. 3,31,89,869નું દારૂ SOP મુજબ નાશ કરાયો. વલસાડ પોલીસના જણાવ્યા પ્રમાણે દારૂ નાશ કરવા માટે ખાસ બુલ્ડોઝર અને અન્ય સાધનોની મદદ લેવામાં આવી.

પારડી તાલુકામાં સૌથી વધુ રૂ. 61.58 લાખનો દારૂ જપ્ત કરાયો હતો. કુલ 53 કેસમાં 17 જાતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી જિલ્લાભરના તમામ પોલીસ અધિકારીઓના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સુચિત રીતે પૂર્ણ કરાઈ હતી.

વલસાડ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *