વાપી GIDC વિસ્તારમાં યુવાને કારના બોનેટ પર બેસીને કર્યા જોખમી સ્ટંટ

વાપી GIDC વિસ્તારમાં એક યુવાને ખતરનાક સ્ટંટ કરતા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. જાણવા મળ્યા મુજબ, યુવકે Alto કારના બોનેટ પર બેસીને એરગન સાથે જોખમી સ્ટંટ કર્યો હતો.

સ્ટંટનો વિડીયો યુવાને સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે શેર કર્યો, પરંતુ આ ઘટના પોલીસની નજરમાં આવી ગઈ. વાઈરલ થયેલા આ વીડિયોના આધારે વાપી GIDC પોલીસે તરત જ કાર્યવાહી કરતા અલ્ટો કારના ચાલક સમીર શેખ અને કારના બોનેટ ઉપર બેસી સ્ટંટ કરનારા સમીર સલમાનીની ધરપકડ કરી છે. આ પ્રકારના જોખમી કૃત્યોને રોકવા માટે પોલીસની કડક વલણ બતાવાયું છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *