વાપીમાં એટીએમ કાર્ડ બદલી રૂપિયા કાઢીને ભાગતો આરોપી ઝડપાયો.

વાપીમાં એટીએમ કાર્ડ બદલી રૂપિયા કાઢીને ભાગતો આરોપી ઝડપાયો


વાપી ગુંજન ચોકી સામે એટીએમમાં રૂપિયા કાઢવા ગયેલા સેલવાસના યુવક પાસેથી એટીએમ કાર્ડ બદલી રૂ. 15000 કાઢી છેતરપિંડી કરનાર આરોપીઓ કાર લઇને મુંબઇ તરફ ભાગે તે પહેલા પોલીસે હાઇવે ઉપર કારને અટકાવી એકને ઝડપી પાડ્યો હતો. સેલવાસના ઉલ્ટન ફળિયા ખાતે રહેતા નિખિલ મુન્ના ગુપ્તાના પિતાનું હાર્ટનું ઓપરેશન વાપી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલમાં હોય 20 જાન્યુઆરીએ માતાએ તેને એટીએમ કાર્ડ આપી 5000 કાઢી લાવવા જણાવ્યું હતું. જેથી નિખિલ મામાના છોકરા સાથે ગુંજન પોલીસ ચોકીની સામે આવેલ યુનિયન બેંકના એટીએમ કેબિનમાં ગયો હતો.

કાર્ડ નાખી પાસવર્ડ નાખતા એક ઇસમ અંદર આવ્યો હતો અને આરામ સે આરામ સે રૂપિયા નિકલેગા કહેતા બીજો ઇસમ કાર્ડ સાફ કર દેતા હું કહી કપડાથી કાર્ડ સાફ કરી પરત આપીને બંને ત્યાંથી જતા રહ્યા હતા. પાછળથી કાર્ડ બદલી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું. જે બાદ થોડા થોડા કરી કુલ રૂ. 15,000 ઇસમોએ કાઢી લેતા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરાઇ હતી. કાર્ડ બદલનાર ત્રણ આરોપીઓ આઇ-10 કાર નં. એમએચ-12-પીસી-6134 લઇને મુંબઇ તરફ ભાગી રહ્યા હતા.

ત્યારે જીઆઇડીસી પોલીસે યુપીએલ બ્રિજ ચઢતા પહેલા કારને ટ્રાફિકમાં અટકાવતા બે ઇસમો નાસી છૂટ્યા હતા. પોલીસે કાર માંથી આરોપી દિનેશ ઉર્ફે દીનું ભીમરાવ સુરડકર ઉ.વ. 28 રહે. ઉલ્લાસનગર તા. કલ્યાણ જી. થાણે મુંબઇની ધરપકડ કરી તેની પાસેથી રોકડા રૂ. 37,050 તથા જુદી જુદી બેંકના 14 એટીએમ કાર્ડ અને કાર મળી કુલ રૂ. 3,37,050નો મુદ્દામાલ કબજે કર્યો છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *