વરસાદી માહોલમાં સરિસૃપો વધુ પ્રમાણમાં આપણને જોવા મળી રહે છે જો ધ્યાનના રાખીએ તો ઘણીવાર અકસ્માત બની રહે છે.એવી જ એક ઘટના આજરોજ મળસકે સવારે વાપી ટાઉન સ્થિત એક ગેરેજમાં બની છે જ્યાં મોર્નિંગ વોલ્ક પર નીકળેલા લોકોને એક 5 ફૂટ લાંબો સાંપ નજરે ચડ્યો હતો જે રસ્તો ઓળંગી રહ્યો હતો, જોકે આસપાસના કૂતરાઓના ભસવાને કારણ સાંપ ગભરાઈને પહેલા વૃક્ષ ઉપર અને ત્યારબાદ ગેરેજની શટર ઉપર ચઢીને બેસી ગયો હતો અને ત્યાંથી ખસવાનું નામ ન લેતો હતો.લોકો દ્વારા ગેરેજ માલિક ને કૉલ કરવામાં આવ્યો હતો અને તરત જ લાઇફ રેસ્કયુ ફાઉન્ડેશનના સ્નેક રેસ્કયુ એક્સપર્ટ વર્ધમાન શાહને જાણ કરવામાં આવી હતી જેથી વર્ધમાન શાહ ઘટના સ્થળે પહોંચી શટર ઉપર ચઢેલા સાંપને એક બિનઝેરી ભારતીય અજગર તરીકે ઓળખી કાઢ્યો હતો અને લોકોને અજગર વિશે સામાન્ય પરંતુ સચોટ માહિતી આપી તેને સુરક્ષિત રેસ્કયુ કરી વનવિભાગને જાણ કરી નજીકના વન્ય ક્ષેત્રે તેને છોડી દેવામાં આવ્યો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ