
ડુમરાલ, 21 એપ્રિલ 2025: સંતરામ મંદિરના આદરણીય સંત શ્રી પૂ. નિર્ગુણદાસજી મહારાજ અને ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ ફન સ્પ્લેશ વોટર પાર્ક, ડુમરાલ ગેટ નજીક યોજાયેલા “નાઇટ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ”નો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે તેમણે ક્રિકેટની મજા માણી અને યુવા આયોજકો ઓમ દેસાઈ, શ્રેય પટેલ અને કીર્તન શર્માને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમને શ્રી પરાગભાઈ દેસાઈ (KN Infinity), શ્રી પરીનભાઈ રાવ, શ્રી ચિરાગભાઈ પાઠક (મધર કેર સ્કૂલ) અને ભાનુભાઈ જ્વેલર્સના સ્પોન્સરશિપથી સમર્થન મળ્યું હતું. સંતરામ મંદિરના સંતો, પૂર્વ કાઉન્સિલરો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવા મિત્રોની ઉપસ્થિતિએ આ ઇવેન્ટને યાદગાર બનાવી.
આ ટૂર્નામેન્ટે સ્થાનિક યુવાનોમાં રમતગમતનો ઉત્સાહ વધારવા સાથે સમુદાયને એકસાથે લાવવાનું કામ કર્યું.
ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..