ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી.ત્યારબાદ મહાદેવનો જલાભિષેક કરી મહાપૂજા અને ધ્વજા પૂજન પણ કરી હતી. ક્રીકેટર હાર્દિક પંડ્યાને સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી મહાનુભાવનું અભિવાદન કર્યું હતું. હાર્દિક પંડ્યા મંદિરની બહાર આવતાં જ ફેન્સે બુમાબુમ કરી ખુશી વ્યક્ત કરી હતી.અને તેમની સાથે સેલ્ફી લેવા માટે દોડી આવ્યા હતાં.