નાની દમણના મશાલચોક વિસ્તારથી સરકારી કોલેજ તરફ જતા રસ્તા પર દારૂના ગોડાઉનમાં લવતા દારૂ ભરેલા ટ્રકો, ભારત ગેસ એજેંસીના સિલેન્ડર ભરેલા વાહનો તેમજ ટૉરેંટ પાવરના કર્મચારીઓ દ્વારા પાર્ક કરાયેલા વાહનોથી ત્રાહિમામ પોકારે તેવી સ્થિતી હાલ ઉદભવી રહી છે. આ રોડની બંને બાજુએ પાર્ક કરેલા મોટા મોટા વાહનોની લાંબી કતારો જોઈ આ રોડ નો પાર્કિંગ માટે ઉપયોગ વધી રહ્યો હોવાનું એક નજરે જોવા મળી રહ્યું છે.
સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિથી બનેલા આ રસ્તાનો ઉપયોગ પ્રદેશ ની જનતાના માટે હોવો જોઈએ, ના કે આવા રસ્તાઓના કબ્જેદરો માટે. રોડની બંને બાજુએ આડેધડ પાર્ક કરેલો વાહનો ના પ્રતાપે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે, પ્રશાસન દ્વારા આવા બેખોફ રસ્તા ઉપર પાર્ક કરાયેલા વાહનો પર સખ્ત પગલાં ભરવા જોઈએ એવી લોક માંગ ઉઠી રહી છે. સોશ્યિલ મીડિયા ના મારફતે આ રોડ પર પાર્ક થયેલા વાહનોના ફોટાઓ ફરતા થતા ટ્રાફિક પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવીને રોડ ની બંને બાજુએ પાર્ક કરેલા વાહનોને દૂર કરાવી બીજીવાર વાહનો પાર્ક ના કરે તેના માટે ચેતવણી આપી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ