વાપી GIDCના ઉદ્યોગ સંચાલકોએ ઉઠાવ્યો વરસાદનો લાભ,કેમિકલયુક્ત પાણી ગટરમાં ઢોળ્યું

અમે તો નહીં સુધરીએ, મોકો મળવાની તૈયારીમાં રહેતાં ઉદ્યોગ સંચાલકો

વાપી GIDCમાં પડેલા ભારે વરસાદનો લાભ લેવા કોઈપણ પ્રકારના આદેશનું પાલન નહિ કરવાની ફિતરત ધરાવતા GIDCના ઉદ્યોગકારો આખરે GPCB અને VIAના આદેશ અને અપીલને અવગણી પોતાનું ધાર્યું કરીને જ રહ્યા છે.આ નફ્ફટ ઉદ્યોગકારો માટે ગમે તેટલા કાયદા બનાવો, ગમે તેટલા દંડ ફટકારો પણ વરસાદી માહોલમાં વાપી GIDCના બદનામ ઉદ્યોગો તેમનું પાપ છોડીને જ રહેતા હોય છે. આ પ્રતીતિ ફરી એકવાર 12 અને 13મી જુલાઈએ થઈ છે. આ દિવસે વાપીમાં વરસતા ભારે વરસાદના પાણી સાથે ઉદ્યોગોનું બ્લ્યુ, સોનેરી, પીળું, કાળા કલરનું પાણી ઠેકઠેકાણે રસ્તા પરથી ગટરમાં વહેતુ કેમેરામાં કેદ થયું હતું.

વાપી GIDCમાં આવેલ અનેક એકમ સામેના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી સાથે વિવિધ કલરનું પાણી ગટરમાં ઠલવાતું જોવા મળ્યું હતું. કાળા અને પીળા રંગનું કંપનીઓનું પાણી વરસતા વરસાદમાં વરસાદી ગટરમાં વહેતુ હતું.વાપી GIDCના 2nd phase અને 3rd phase ના તમામ મુખ્ય માર્ગોની ગટરો નજીક આવુ કલરયુક્ત અને કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું હતું. સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં આ પાણી અનેક નાના પાઇપ વાટે ઠલવાઇ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વરસાદી સિઝનમાં વાપી GIDCના અનેક એકમો તેમનું નકામું પાણી વરસાદી પાણી સાથે મિક્સ કરી તેનો નિકાલ કરી નાખે છે. આ પ્રકારની ચેષ્ટા દર વર્ષે કોઈ ઉદ્યોગકારો કરે નહિ તે માટે GPCBએ VIA સાથે મળી ઉદ્યોગકારોને તાકીદ કરે છે. પરંતુ હમ નહિ સુધરેંગેની નીતિમાં માનનારા ઉદ્યોગકારો તે આદેશને ઘોળીને પી રહ્યાં છે. મોટાભાગના ઉદ્યોગકારોએ તેમના ઉદ્યોગોનું નકામું પાણી વરસાદી ગટરમાં છોડવામાં કોઈ જ કસર છોડી નથી. હવે જોવું રહ્યું કે VIA અને GPCBના આદેશનું પાલન નહિ કરનારા આ ઉદ્યોગકારો સામે તપાસ કરી પેનલ્ટી લગાવે છે કે આડકતરી રીતે ફરી વરસાદનો લાભ લેવા સૂચક મૌન જાળવે છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *