વાપી છીરીની જ્ઞાનગંગા શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

વાપી છીરી ખાતે આવેલ જ્ઞાનગંગા ઈંગ્લીશ મીડીયમ શાળામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણએ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું આગવું પાસું છે જેમના દ્વારા હજારો વર્ષો પહેલા સ્વમુખે બોલાયેલી ગીતા ઉપદેશ સમગ્ર વિશ્વના લોકોને જીવનના તમામ પાસામાં જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન આજે પણ સચોટ રીતે આપે છે ભગવાન શ્રીકૃષ્ણનું સમગ્ર જીવન આજના યુગમાં પણ માનવી અનુસરે તો ચોક્કસ તમામ સમસ્યાને સમાધાન આપનારૂ છે. તેમના દ્વારા રચવામાં આવેલી તમામ લીલા આજના માનવીને માર્ગદર્શન આપનારી છે. આવા પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મોત્સવ શાળામાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવ્યો હતો.

શાળાના બાળકો દ્વારા વિવિધ દેવી-દેવતીઓના વેશભૂષા ધારણ કરી જાણે સમગ્ર શાળામાં વૈકુંઠ જેવું વાતાવરણ બનાવી દીધું. જેમાં બાળકો દ્વારા રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, બ્રહ્મા, માં-સરસ્વતી, નારદમુનિ, તિરૂપતિ બાલાજી, મા લક્ષ્મી, દેવકી, જશોદા, સુદામા જેવી વિવિધ વેશભૂષા ધારણ કર્યા હતા. જેનો મુખ્ય હેતુ બાળકોને નાનપણથી સનાતન ધર્મના દેવી-દેવતા અંગે જ્ઞાન પ્રાપ્ત કરાવવાનો હતો. શાળાના વિવિધ વિભાગ દ્વારા દહીં મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત પિરામિડ બનાવી બાળકો દ્વારા પોતાની ક્ષમતાનો પણ પરિચય આપ્યો હતો. શાળાની શિક્ષિકાઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલી વિવિધ લીલાઓ નાટક દ્વારા રજૂઆત કરી બાળકોને જાણે સાક્ષાત શ્રીકૃષ્ણ ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં લીલા કરી રહ્યા હોય તેવો ભાવ પ્રગટ કરાવ્યો હતો. આ પ્રસગે શાળાના ચેરમેન સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ આધ્યાત્મક ભગવાન છે જેમના મુખેથી કહેવામાં આવેલ ઉપદેશ જે ભગવત ગીતાના નામે સમગ્ર માનવ જાતિને જીવન જીવવાની યોગ્ય સમજ પૂરી પાડે છે. તેમજ જો ગીતાના શ્લોકો આપના જીવનને દરેક ક્ષેત્રમાં સફળ બનાવવા મહત્વનો ભાગ ભજવે છે. શાળાની અંદર આ પ્રકારના જન્મલીલા તેમજ અન્ય ધાર્મિક તહેવારોનું નાટ્ય રૂપે ઉજવણી કરવાથી શાળાના બાળકો આપણી ભારતીય સંસ્કૃતિથી અવગત બને તેમજ આધ્યાત્મિક સંસ્કૃતિથી માહિતગાર બની શકે તેમજ તેમના જીવનમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય અને બાળક આગળ જઈને એક ઉત્તમ નાગરિક બની શકે,ભારત દેશની આવનારી પેઢીને જો આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જણાવવી હોય તો આ પ્રકારના આયોજન કરી તેઓને ભૂતકાળ વિશે માહિતી આપવામાં આવેતો જ તેઓનું સારું સંસ્કારભર્યું ઘડતર આસાનીથી કરી શકાશે. જે આ પ્રોગ્રામનું મુખ્ય હેતુ હતો. કાર્યક્રમના અંતમાં શાળાના ટ્રસ્ટી સંદીપ આર પટેલે, શાળાના આચાર્ય સુનિલ નાયરે, કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના ઇન્ચાર્જ ફુલચંદ દિવાકર સર, ઇન્ચાર્જ જરા મેડમ, શૈક્ષણિક સ્ટાફ, બિનશૈક્ષણિક સ્ટાફનો આભાર માની ભગવાનના પ્રસાદ આરોગી કાર્યક્રમને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *