માત્ર જીત નહી, જુનાગઢ બેઠક પરથી પ્રચંડ લીડથી જીતીશું :હીરાભાઈ જોટવા
જુનાગઢ કોંગ્રેસ પક્ષમાંથી હીરાભાઇ જોટવાને ટીકિટ મળતા તેઓ ઢોલના ડંકે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી લોકોને સાથે લઇ પ્રચાર કરવાનું શરુ કકરી દીધું છે.ત્યારે બીજી તરફ ભાજપથી નારાજ આગેવાનોએ પણ હીરાભાઇ જોટવાના સમર્થનમાં આવી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા જોડાઇ ગયા છે.
જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે સ્વભાવે સરળ અને પીઢ નેતાને ટિકિટ આપતા ભાજપની મુશ્કેલી વધી છે.વર્ષોથી લોકો સાથે જોડાયેલા હિરાભાઈ જોટવાને ટિકિટ મળતા જ તેમના સમર્થકો સાથે સોમનાથ મંદિરે દર્શને અર્થે પહોંચ્યા હતા,સોમનાથ દાદાના દર્શન કરીને હિરાભાઇ જોટવાએ કોંગ્રેસને પ્રચંડ લીડથી જીતનો દાવો કર્યો છે. જો કે હીરાભાઇ જોટવાને ટિકિટ મળતા ભાજપથી નારાજ સમાજ હવે કોંગ્રેસ સાથે જોડાશે. હિરાભાઇ અને જોટવા પરિવાર વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ અને લોકોની સાથે જોડાયેલા નેતા છે.ગીર સોમનાથ જિલ્લામાં હિરાભાઇ જોટવાને ટિકિટ મળતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.હિરાભાઇ જોટવાએ 2024લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ભાજપના સાંસદ ચૂંટાતા હોવા છતાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કોઇ વિકાસના કાર્યો થયા નથી.જનતા સાંસદને મળવા માટે જાય તો, રાજેશ ચુડાસમા તેમને મળતા પણ ન હતા. માટે અનેક સમાજના લોકો રાજેશ ચુડાસમાથી નારાજ ચાલી રહ્યાં છે. જુનાગઢ અને ગીર સોમનાથના ભાજપના કાર્યકર્તાઓ પણ ઇચ્છતા હતા કે રાજેશ ચુડાસમાની જગ્યાએ બીજા કોઇને તક આપવામાં આવે પણ પક્ષે તેમની રજૂઆતને સાંભળી ન હતી. રાજેશ ચુડામાને ટિકિટ મળતા સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી હોવાનો દાવો હિરાભાઇ જોટવાએ કર્યો છે. આ વખતે જુનાગઢ લોકસભા બેઠકની જનતા કોંગ્રેસના પંજાની સાથે રહેશે.જુનાગઢ બેઠક પર કોંગ્રેસની જીત નિશ્ચિત થઇ ગઇ છે. હવે આ બેઠક પર પ્રચંડ લીડ સાથે ભાજપના અભિમાનનો તોડવાનો દાવો હિરાભાઇ જોટવાએ કર્યો છો.