આવતી કાલે વૈશાખ મહિનાની પૂનમ છે. આ દિવસે વિવિધ શહેરોમાં ભગવાન બુદ્ધની જન્મ જયંતી ભારે ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે.અને વૈશાખ માસના સ્નાન પણ આ દિવસે પૂર્ણ થાય છે. આ વિશે ઉજ્જૈનના જ્યોતિષ પં.મનિષ શર્માએ જણાવ્યું છે કે વૈશાખ મહિનામાં નર્મદા, શિપ્રા, ગંગા, યમુના, ગોદાવરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે.
ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયો હતો. ગૌતમ બુદ્ધ તે બૌદ્ધ ધર્મના સ્થાપક છે અને તેમને હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મના ભગવાન બુદ્ધનો જન્મ 563 બીસીમાં નેપાળના લુમ્બિનીમાં થયો હતો. તેમનું પ્રારંભિક નામ સિદ્ધાંત હતું. પાછળતી તેમણે દૈવી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી બુદ્ધના નામથી પ્રખ્યાત થયાં હતાં.