ગુજરાતભરમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પુરસોત્તમ રુપાલાએ જે ક્ષત્રિયો વિરુદ્ધ નિવેદન આપ્યું હતું.તે નવેદન બાદ એકપછી એક જિલ્લાના દરેક ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનો પુરસોત્તમ રુપાલાના નિવેદનથી નારાજ થઇ પુરસોત્તમ રુપાલાની ટિકીટ રદ કરવા આવેદનપત્ર તેમજ જાહેરમાં તેમના બેર્નરો લગાવી વિરોધ નોંધાવી રહ્યાં છે ત્યારે ગળતેશ્વર તાલુકાના સાંગોલ ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મેદાને ઉતર્યા છે. પુરસોત્તમ રુપાલાના બેર્નર પર ચોકડીની નિશાની કરી તેમજ ભાજપના કાર્યકરોને પ્રવેશબંધીના બોર્ડ લગાવી ક્ષત્રિય સમાજે ગામમાં વિરોધ નોંધાવ્યો છે.સાંગોલના ક્ષત્રિય સમાજના આગેવાન નિલેશભાઇ રાઉલજીએ જણાવ્યું કે લોકસભાના ઉમેદવાર પુરસોત્તમ રુપાલાએ જે ક્ષત્રિયો વિશે ખોટુ બોલી રહ્યાં છે તે અમને અસ્વિકારયીય છે અને તમેની આ વાતો અશોભનિય છે.અમારા આ આંદોલન કરવાનો ઉદેશ્ય એ જ છે કે પુરસોત્તમ રુપાલાની ટિકીટ રદ કરો તો જ અમારુ સમાધાન થશે, તો જ અમે શાંતિથી બેસીશું તેમ કહી વિરોધ નોંધાવ્યો છે.