લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરુ થઇ ગયો છે ત્યારે રાજકોટના ઉમેદવાર પુરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજના કુળદેવી આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. ત્યારે એકપછી એક તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો પુરષોત્તમ રુપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન અને આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યાં છે ત્યારે સુત્રાપાડા તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પુરષોત્તમ રુપાલાએ તારીખ 23 માર્ચના રોજ અમારા સમાજ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરી અમારા સમાજનું હળહળતુ અપમાન કરી અમારી લાગણી દુભાવી છે જેથી પુરષોત્તમ રુપાલાની ટીકિટ રદ કરવા સુત્રાપાડા મામલતદારને વિનંતી કરી છે.