તાજેતરમાં સરીગામ સ્થિત લક્ષ્મી વિદ્યાપીઠના લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી દ્વારા ફ્રેશર્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે વલસાડ જિલ્લાના પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ હાજરી આપી કાર્યક્રમને શોભાવન્ત બનાવ્યો હતો.
ફ્રેશર્સ ડેમાં એન્જિનિયરિંગ કોલેજના નવા પ્રવેશિત વિધ્યાર્થીઓ માટે ડૉ.કરણરાજ વાઘેલાએ વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું, જેમાં જીવનમાં સફળતા મેળવવા માટેના પ્રયાસો અને મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ નાખ્યો. તેમણે જણાવ્યુ કે વિધ્યાર્થીઓ તેમનાં અભ્યાસના માધ્યમથી પોલીસ અને સરકારી તંત્રને મદદરૂપ બની શકે છે અને સમાજમાં ઉપયોગી યોગદાન આપી શકે છે.ડૉ. વાઘેલાએ વધુમાં વિધ્યાર્થીઓના અભ્યાસક્રમ અને સફળતા માટે પૂછાયેલા વિવિધ પ્રશ્નોના જવાબ પણ આપ્યા, જેનાથી વિદ્યાર્થીઓને વધુ પ્રેરણા મળી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ