હાલમાં નવરાત્રી પર્વની ઊજવણી નાના ગામડાઓથી લઇને મોટા શહેરોમાં ગરબા રસિયાઓએ ધૂમ મચાવી આનંદ માણી રહ્યાં છે ત્યારે આ પર્વને ધ્યાને રાખી પોશીના તાલુકાના લાંબડીયા ગામમા અંબિકા નવરાત્રી માઈ મંડળ દ્વારા દાતાશ્રીઓ તેમજ પોલીસ પરિવારનું સન્માન તા 8 ઓક્ટોમ્બરને મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું.
પી.આઇ, ડી.એન.સાધુ દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે પ્રવચન આપ્યુ હતું અને લોક સાહિત્યકાર સંજુરાજા લાંબડિયા દ્વારા નવરાત્રીનો મહિમા અને વ્યસન મુક્તિ માટે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અને સાથોસાથ ફ્રેશ લાઈટ કરાવી માતાજીનો જય કારો કરાવી ખેંલયાઓને આનંદ કરાવ્યો હતો. વધુમાં તેમણે અંગત વાત કરતા જણાવ્યું કે ગ્રામીણ ક્ષેત્રમાં ધર્મ પરિવર્તન અટકાવવા માટે.આપણે આપણી સંસ્કૃતિ અને સંસ્કારને આવા કાર્યક્રમ થકી જાળવી રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
પોશીનાથી અરવિંદ રાવળનો રીપોર્ટ