શહેરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ -મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા

શહેરા શહેરામાં ગણેશ વિસર્જન બાદ ઈદ -એ-મિલાદુન્નબી પર્વને લઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.જેમા શહેરાનગરના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

તહેવાર ઇદ એ મિલાદુન્નબીની શાંતિ પૂર્ણ ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં કોઈ પણ જાતની ઉશ્કેરણીજનક પોસ્ટ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગાડવા લોકોને અપીલ કરી હતી. આ બેઠકમા ડી.વાય.એસપી એલ.વિ.પટેલ,પી.આઈ રાહુલ.કે.રાજપૂત, પી. એસ.આઈ ડી.પી અમીન, એલ.એસ.સેવાળે તેમજ હિન્દૂ – મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સૌએ પણ પોલીસને સહકાર આપવા સહમતિ દર્શાવી હતી.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *