બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન,(આર-સેટી) મહીસાગર દ્વારા જીલ્લાના છ તાલુકાઓમાથી આવેલ ૨૬ તાલીમાર્થી ભાઈઓને આત્મનિર્ભર થવા માટે ૩૦ દિવસની નિ:શુલ્ક LMV OWNER DRIVER તાલીમનો આજરોજ સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
આ સમારોહમાં ડી.આર.ડી.એ ડાયરેકટર ચંદ્રિકાબેન ભાભોર અને સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડી.આર.ડી.એ ડાયરેકટર ચંદ્રિકાબેન ભાભોર તરફથી સર્ટિફિકેટ વિતરણ કરીને પોતાના પગ પર ઉભા રહીને આત્મનિર્ભર રીતે બને તે માટે વિશેષ માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યૂ હતુ.
મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ