મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરમા આવેલી આઈસીઆઈસીઆઈ બેંન્કના લોકર તોડીને 14 કિલો સોનુ ચોરી જવાને મામલે નાસિક પોલીસની ગુંડા સ્કોર્ડની ટીમે બાતમીના આધારે એક આરોપીને હાલોલના ગાયત્રી નગર પાસે આવેલા ઝાડી ઝાંખરીઓમા ફિલ્મી ઢબે પીછો કરીને દબોચી લીધો હતો. આ ગુનાનો એક આરોપી ભાગી જવામા સફળ રહ્યો હતા. નાસિક પોલીસે આરોપીઓની કાર પાછળ તેમની પોલીસવાન દોડાવતા એક સમયે ફિલ્મી દ્શ્યો સર્જાયા હતા,બનાવના સ્થળે લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. સ્થાનિક પોલીસનો પણ સહયોગ સાંપડ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસસુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તા ૪/૫/૨૪ ના રોજ મહારાષ્ટ્રના નાસિક શહેરમા આવેલી આઈસીઆઈસીઆઈ બેંકના લોકર તોડી ૧૪ કિલો સોનાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોધાઈ હતી. આ મામલે મહારાષ્ટ્રના નાસિક પોલીસે સ્પેશિયલ ટીમ બનાવી હતી.આ મામલે અગાઉ ટીમે બેન્કના સિક્યુરીટી સહીત બે આરોપીઓને દબોચી લીધા હતા, પણ અન્ય બે આરોપીઓ ફરાર હતા. આ ફરાર આરોપીઓના મોબાઈલ ટ્રેસ કરતા તેઓ લોકેશન બદલતા રહેતા હતા.આથી પોલીસટીમને આરોપીઓ ને પકડવામા મુશ્કેલી પડી રહી હતી પણ તેઓએ હાર માની ન હતી,આખરે આ આરોપીઓ બેંગ્લોર,જયપુર થઈને ગુજરાતના પંચમહાલના હાલોલમા આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી. આથી પીઆઈ જ્ઞાનેશ્વર મોહીતે, તેમજ ચાર પોલીસ કર્મચારીઓ વિજય સુર્યવંશી,પ્રવિણ ચૌહાણ, પ્રદિપ ઠાકોર હાલોલમા આવીને આ આરોપીઓ વોચ રાખી રહ્યા હતા. તે સમયે હાલોલ બાયપાસ રોડ પર આવેલી એક હોટલ પાસે મહારાષ્ટ્ર પાર્સિગની સ્વીફટ કારમા સ્પીડમા ભાગી હતી. પોલીસે તેમનો ફિલ્મી ઢબે પીછો કરતા ગાયત્રી નગરમાં ઝાડીઓમાં કાર મૂકી આરોપીઓ ભાગ્યા હતા. પોલીસે પણ તેમનો પીછો કરતા સતીષ ચૌધરી નામના આરોપીને દબોચી લીધો,જ્યારે અન્ય બે આરોપીઓ ભાગી જવામા સફળ રહ્યા હતા.બનાવને લઈને ગાયત્રીનગરમા લોકોના ટોળાઓ ઘટના સ્થળે જોવા એકત્ર થઈ ગયા હતા. આરોપીને હાલોલ પોલીસમથકે લઇ જવામાં આવ્યો હતો. આ અગાઉ બે આરોપીને ઝડપી પાડ્યાં હતાં જ્યારે અન્ય બે ફરાર હતા તેમાંથી આજે એકને દબોચી લીધો છે.પકડાયેલા આરોપીઓ પાસે બેંકમાંથી ચોરી કરવામાં આવેલા સોનાના દાગીના ક્યાં છે ? અને કોની પાસે છે ? તે અંગે પોલીસને હજી કોઈ જાણકારી મળી નથી. નાસિકમાં થયેલી એક હત્યાના તાર પણ આરોપી સાથે સંકળાયેલા હોવાની વિગત સાપડી છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ