
મહિસાગર જિલ્લાના લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે આજ રોજ મહિસાગર જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી. જેમ પ્રદેશમાં થી પધારેલ પ્રદેશ ઉપપ્રમુખ જગતસિંહ ઠાકોર તેમજ ધાર્મિક સમિતિના હોદ્દેદાર પણ ઉપસ્થિત રહ્યાં હતા.

કારોબારી બેઠકમાં સંગઠનને લઈને ચર્ચા કરવામાં આવી હતી તેમજ લુણાવાડા શહેરની નવી સમિતિની રચના કરવામાં આવી હતી જિલ્લા કારોબારીમાં ઠાકોર સેનાના યુવાનો પર પોલીસ દ્વારા થતા ખોટા કેસ વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ બાલાસિનોર તાલુકામાં સળગતો પ્રશ્ન જમિયત પૂરા ડમ્પીંગ સાઇડની પણ ચર્ચા કરવામાં આવી હતી.

આજની કારોબારી બેઠકમાં મહિસાગર જિલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલા,પ્રદેશ મંત્રી અરવિંદભાઈ બારીયા,બાલાસિનોર તાલુકા પ્રમુખ રાહુલસિંહ ઝાલા,શહેર પ્રમુખ સાગરસિંહ ઝાલા,વિરપુર તાલુકા પ્રમુખ તેજસ ઠાકોર, લુણાવાડા તાલુકા પ્રમુખ મહેન્દ્રસિંહ ચૌહાણ,શહેર પ્રમુખ કેતનસિંહ ડોડીયા,તેમજ ખાનપુર ઓ એસ એસ પ્રમુખ કિરણભાઈ બારીયા તેમજ મહિસાગર જિલ્લાના તમામ હોદ્દેદાર,તાલુકા હોદ્દેદાર તથા સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
મહીસાગર લુણાવાડા થી ભીખાભાઈ ખાંટ..