લોક સાહિત્યકાર સંજુરાજા દ્વારા અલક મલકની વાતો કરી દર્શનાર્થીઓને મનોરંજન પૂરું પાડ્યું
તાજેતરમાં જ અંબાજી ભાદરવી પૂનમના મેળાનું સમાપન થયું છે.ત્યારે ભાદરવી પૂનમના દર્શનનો લ્હાવો માણવા ગુજરાતભરના ભાવિકોનું ઘોડાપૂર જગતજનની મા અંબાના દર્શનાર્થે ઉમટ્યાં હતાં.જેથી ભાવિકો આ દર્શનનો લ્હાવો માણવા પગપાળા, બાઇક સવારીથી લઇને અન્ય વાહન થકી અંબાજી દર્શનાર્થે આવતા હોય છે. જેને ધ્યાને લઇ અનેક જગ્યાએ અનેક કેમ્પ અને વિસામાનું આયોજન ઠેકઠેકાણે ધર્મદાતાઓ દ્વારા કરવામાં આવતું હોય છે.
તા 8 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી ખેડબ્રહ્મા તાલુકાનાં મટોડા ગામે રોયલ પેટ્રોલ પંપની સામે તારાબેન નટવરલાલ પટેલ નામના વિસામા દ્વારા વિવિધ સેવાકિય કાર્યો અને લોક સાહિત્યની વાતો થકી સાથે મનોરંજન પૂરું પાડવા માટે ભજનકીર્તન રાસ ગરબાની રમઝટ જમાવી હતી. જેથી લોકસાહિત્યકાર સંજુરાજા યોગીજી અને તેમની ટીમ દ્વારા લોક ડાયરો જમાવવામાં આવ્યો હતો. જેથી અહીંયાથી આવતાં જતાં દર્શનાર્થીઓ ડાયરો સંભાળવા અને રાસ ગરબા રમવાની સાથે ભજનકીર્તન કરવાનો લ્હાવો માણવા આવી પહોંચતાં હતાં. આ સાથે દર્શનાર્થીઓને વિસામા થકી રહેવા જમવાની વ્યવસ્થા અને વિવિધ સેવાકીય કામગીરી કરવામાં આવી હતી. જેથી આ સેવાકીય કામગીરીનું સંચાલક ભરતભાઈ પટેલ અને તેમના સાથી મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેથી સવજીપુરા કંપાના સદસ્યો, સમાજ સેવકો અને સાથીમિત્રોના સહકારથી આ કેમ્પ સફળ નીવડ્યો હતો.
મટોડાથી અરવિંદ રાવળનો રીપોર્ટ