જામકંડોરણા પંથક પર કુદરત મહેરબાન થયા છે. ફોફળ નદીનો તટ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં કાળી રેતી મળી રહે છે. આ ફોફળ નદીમાંથી કાળી રેતી ઉલેચીને સરકારી ખરાબાની જગ્યાએ રીતસરના સટ્ટા મારી દેવાય છે છતાં જામકંડોરણાનુ ડરપોક તંત્ર આ સટ્ટા ની આસપાસ ફરકતા પણ થરથર કાંપતા હોય તો જ આવાં દ્રશ્યો કેમેરા કેદ થઇ શકે જેમાં ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરી કરોડો રૂપિયાની સરકારી તિજોરીની આવક ધંબો મારીને પોતાની તિજોરીમાં ભરી રહ્યા છે અને સરકારી તંત્ર ખુલ્લી આંખે તમાશો જોવા કુંજરવાની માફક જોઈ રહ્યું છે. આ દ્રશ્ય જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામે સ્વામીજીના આશ્રમની સામે ખુલી જગ્યાએ પડેલા રેતીના ઢગલાઓ મુંગા મોઢે ઘણું બધું કહી રહ્યા છે.
જામકંડોરણા પંથકમાં અવાર-નવાર ખનીજની ચોરી પર લોકો દ્વારા આંગળી ઊઠે છે,પરંતુ સરકારી તંત્ર મોટા માથાઓને કારણે કાર્યવાહી કાંતો ફક્ત દેખાડવા પૂરતી સીમિત હોય છે કાંતો પાશેરામાં પૂરી સમાન બતાવવામાં આવે છે.જામકંડોરણાની જનતા બંધ કેમેરા એવું કહે છે કે જો કોઈ અધિકારી હિંમત કરી કેસ કરવામાં આવે ત્યારે આ ખનિજ માફિયાઓના આકાઓ આવી ખીચડીના આપીને આવા કેસને રફેદફે કરી આપે છે. જેથી જામકંડોરણા પંથકમાં ખરેખર ખનીજ ચોરી ડામવા માટે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.જામકંડોરણા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કાળી રેતી ખનનનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે જે સરકારી તંત્રના ધ્યાનમાં પણ છે,પરંતુ અધિકારીઓને આ રેતીચોરીના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવામાં જરા પણ રસ નથી! તેવું રેતીના સટ્ટા પાસેથી પસાર થતા ગ્રામીણ વિસ્તારોના લોકો કહી રહ્યા છે.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ