ગોધરા ‘એક પેડ મા કે નામ’ નો સંકલ્પ સાકાર કરવા સમગ્ર રાજ્યમાં યોજાયેલ ‘ એક પેડ મા કે નામ” કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાની 2000 આંગણવાડીઓમાં ઉપસ્થિત કર્મયોગીઓ દ્વારા 12000 થી વધુ રોપાઓને વાવવામાં આવ્યા છે.
જિલ્લાની દરેક આંગણવાડી કેન્દ્રોના પ્રાંગણમાં પોષણક્ષમ તેમજ ઔષધીય છોડવાઓનું પોતાની માતાના નામે ઉપસ્થિત કર્મયોગીઓએ વાવેતર કર્યું હતું.આ સાથે બાળકોએ પણ ઉત્સાહભેર તેમની માતા અને વાલીઓ સાથે ભાગ લીધો હતો.જિલ્લામાં આંગણવાડી કેન્દ્ર સાથે સાથે સગર્ભા,ધાત્રી માતાઓ,કિશોરીઓને તેમના ઘરે રોપાઓના વાવેતર માટે વિતરણ કરાયા હતાં.જિલ્લા પ્રોગ્રામ અધિકારી આઈ .સી.ડી.એસ પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવ્યું કે,આંગણવાડીઓ સહિત સમગ્ર જિલ્લામાં એક પેડ માટે નામ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ