ખાનવેલ તલાવલીમાં પૂરમાં ફસાયેલા 15થી વધુ વ્યક્તિઓનું રેસ્કયું કરાયું

ઉપરવાસમાં વરસાદથી સાકરતોડ નદીમાં પૂરની સ્થિતિ

દાદરા નગર હવેલીમાં 24 કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ અને સાકરતોડ નદીમાં પુર આવતા તલાવલી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ફસાયેલ 15થી વધુ વ્યક્તિઓને ફાયરની ટીમ પહોંચી રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યા હતા અને તેઓને પ્રશાસન દ્વારા સરકારી શાળામાં રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા કલેકટર, આરડીસી સહિત પ્રશાસનની ટીમ અને જિલ્લા પંચાયત પ્રમુખ,માજી જિલ્લા પંચાયત પ્રમુખ પહોંચી ગયા હતા.સેલવાસમાં 63.6એમએમ 2.42ઈંચ વરસાદ પડ્યો છે અને ખાનવેલમાં 65.2એમએમ 2.57એમએમ વરસાદ પડયો છે.સિઝનનો સેલવાસમાં કુલ વરસાદ 2867.2એમએમ 112.88ઇંચ અને ખાનવેલમાં 2774.4એમએમ 109.23ઇંચ થયો છે.મધુબન ડેમનું લેવલ 76.55 મીટર છે ડેમમાં પાણીની આવક 21743 ક્યુસેક છે અને જાવક 16945 ક્યુસેક છે.વાપીથી આલમ શેખનો રીપોર્ટ

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *