લોકસભાની ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટું ગાબડું પડ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ મેમ્બર તેમજ શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દુષ્યંત ચૌહાણ સહિત 70 જેટલા કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કહી દીધુ હતું.
આગામી લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે ભાજપના સ્ટાર પ્રચારક તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે ગોધરા શહેરમાં લુણાવાડા રોડ પર આવેલ ગ્રાઉન્ડ ખાતે પોતાની જાહેર સભાને સંબોધન કરનાર છે,ત્યારે દુષ્યંતસિહની સાથે તેમના 70 હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અમિત શાહની હાજરીમાં કેસરિયો ધારણ કરશે તેવું જણાવવામાં આવ્યું છે. આ વાતને લઇ દુષ્યંતસિંહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યાં હતાં.અને અગાઉ તેઓ શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સામે વિધાનસભાની ચૂ્ંટણી લડી હારનો સામનો કર્યો હતો.આ પ્રસંગે કાર્યકરો,મહિલા હોદ્દેદારો,શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતાં.
ગોધરાથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ