સાંસદ ઉમેશભાઈ પટેલે દમણ, દીવ અને દાદરા નગર હવેલી માટે યુનિવર્સિટીની માંગણી કરી

દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે આજે સંસદ ભવનમાં મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. સંસદના પ્રશ્ન કાળ દરમિયાન તેમણે દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં યુનિવર્સિટીની સ્થાપનાની માંગ કરી.

ઉમેશભાઈ પટેલે જણાવ્યું કે હાલ દમણ, દીવ અને દાદરા નગર હવેલીની કોલેજો માટેની એફિલિએશન ક્યારેક ગુજરાત અને ક્યારેક મહારાષ્ટ્ર સાથે નક્કી કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં અસમજ પેદા થાય છે અને તેમને ખૂબ તકલીફો ભોગવવી પડે છે.આ સમસ્યાના નિરાકરણ માટે ઉમેશભાઈ પટેલે દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં એક અલગ યુનિવર્સિટી સ્થાપવાની આવશ્યકતા હોવાનું સ્પષ્ટ કર્યું. તેઓએ આ મામલે સંસદમાં જોરદાર અવાજ ઉઠાવતાં જણાવ્યું કે, આ યુનિવર્સિટીથી સ્થાનિક વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ ફાયદો થશે અને તેમની અસમજ અને તકલીફો દૂર થશે.સાંસદ ઉમેશભાઈ પટેલે સરકારને વિનંતી કરી છે કે આ વિસ્તારોમાં યથાશીઘ્ર યુનિવર્સિટી સ્થાપવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનો ભવિષ્ય વધુ ઉજ્જવળ અને સુખમય બની શકે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *