ગુજરાતમાં MSME ઉદ્યોગોને વીજ મર્યાદામાં મળ્યો રાહતનો મોટો લાભ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 2047 સુધી દેશને વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સાથે કેન્દ્રીય સરકાર દ્વારા દેશભરના રાજ્યોને વીજ વિતરણમાં સુધારાની સલાહ આપવામાં આવી છે. આ સંદર્ભમાં, ગુજરાતમાં સર્વ પ્રથમ મહત્વપૂર્ણ પગલું લીધું છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ. ગુજરાતના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ MSME ઉદ્યોગોને મોટો રાહતનો લાભ આપવામાં આવ્યો છે.

MSME એકમો માટે વીજ મર્યાદા 100 કિલોવોટથી વધારી 150 કિલોવોટ સુધી કરવામાં આવી છે, જેના કારણે નાની અને મધ્યમ ઉદ્યોગો હવે વધુ પ્રોડક્શન કરી શકશે અને વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકશે.હાલમાં MSME ઉદ્યોગોને તેમના કાર્યસ્થળમાં મર્યાદિત વીજ કનેક્શનને કારણે વધારાનું પ્રોડક્શન અને વિસ્તરણ કરવું મુશ્કેલ હતું. LT કનેક્શનમાં 100 કિલોવોટની મર્યાદા હતી, તેથી MSME એકમોને HT કનેક્શન અને ટ્રાન્સફોર્મર માટે વધારાનો ખર્ચ ઉઠાવવો પડતો હતો. હવે 150 કિલોવોટ સુધીના લોડનો લાભ LT કનેક્શનમાં આપવામાં આવ્યા છે, જે આર્થિક રીતે ફાયદાકારક રહેશે.આ ઐતિહાસિક નિર્ણાયક પગલાં બદલ ઘણા ઉદ્યોગોની સંસ્થાઓએ મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીનો આભાર માન્યો છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *