ભારતીય જનતા પાર્ટીના આજે 45 વર્ષ થતાં દાદરા નગર હવેલી અને દમણ દિવ પ્રદેશના નાની દમણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટુ્ડેલની અધ્યક્ષતામાં ભાજપના ધ્વજનું ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.દમણ-દીવ ભાજપના વરિષ્ઠ નેતા પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રમોદભાઇ ટુંડેલના કરકમલો દ્વારા આજે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં દિવ દમણ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલ,ભાજપ પ્રદેશના પ્રદાધિકારીઓ, દમણ જિલ્લાના પ્રમુખો,મહિલા મોર્ચો,અનુસુચિત જાતિ મોરચો,અલ્પસંખ્યક મોર્ચાના હોદ્દેદારો,તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.