ખરડપાડા ગામે કંપની નજીક અકસ્માતને કારણે બે પશુઓના મોત
દાદરા નગર હવેલીના નરોલી પંચાયત દ્વારા પશુપાલકો દ્વારા ખુલ્લેઆમ પશુઓને રસ્તા પર છોડી મુકતા લોકોને પડતી તકલીફ અને અકસ્માતમા પશુઓના પણ મોત થવા અંગે જીલ્લા પંચાયત સીઈઓને લેખિત રજુઆત કરી જણાવ્યું કે પશુપાલકો દ્વારા ઘરેલુ પશુઓને નરોલી સેલવાસ રોડ અને ગામના રસ્તાઓ પર છોડી મુકતાં તે પશુઓ રસ્તાઓની વચ્ચે આવી જાય છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં પણ તકલીફ પડે છે. તો કેટલીકવાર વાહનચાલકોને પશુઓના કારણે અકસ્માત થવાનો ભય મનમાં હંમેશને માટે સતાવ્યાં કરતો હોય છે.
ખરપાડા વિસ્તારમા એક કંપની નજીક દુર્ઘટનાને કારણે બે પશુઓના જગ્યા પર જ મોત થઇ ગયુ હતુ.આ બધી બાબતોને ધ્યાનમા લઇ નરોલી પંચાયતને પત્ર જારી કરવામા આવે જે પશુ માલિકોના લાપરવાહ રવૈયા વિરુદ્ધ પોલીસ એફઆઈઆર કરાવી કાનૂની કાર્યવાહી કરવામા આવે અથવા તો પંચાયત દ્વારા ઉચિત કાર્યવાહીની વ્યવસ્થા કરવામા આવે,પશુ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી અને પશુ માલિકોના ઘરો અથવા અન્ય વ્યક્તિની સુરક્ષા માટે અમે આ પત્ર લખી રહ્યા છે.જે વ્યક્તિ પશુ માલિક છે એ સરકારી નોકરીમા કાર્યરત છે.અને સંક્રમિત પશુઓની દેખભાળ માટે પશુ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે કે, આપના માધ્યમ દ્વારા નરોલી પંચાયતને એક પરિપત્ર જારી કરવાનો આદેશ આપવામા આવે.જેથી આવા રખડતા પશુઓના માલિકો સામે કાર્યવાહી કરી, લોકોને પડતી તકલીફોમા થોડી રાહત મળે અને પશુઓના અકસ્માતને કારણે મોત થતા પણ અટકાવી શકાય.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ