સંઘપ્રદેશ દમણનાં કાલરીયા વટાર રોડ પાસેના વીજ પોલના વાયરમાં કરંટનો સ્પાર્ક યથાવત રહેતા આ આ રસ્તા પરથી પસાર થતા લોકોમાં ગભરાહટની સાથે ચિંતા વ્યાપી જવા પામી છે. છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારના વીજ પોલના વાયરમાંથી દિવાળીના તનકતારા જેવા તણખાં સાથે વાયર બળીને સળગવાનો બનાવ બની રહ્યો છે.
આ બાબતે અગાઉ પણ ગ્રામજનો દ્વારા ટોરેન્ટ પાવરને જાણ કરવામાં આવી હતી. જ્યાં પાવર કંપનીના લાઈન મેન દ્વારા જગ્યા સ્થળ પર આવી વીજ પોલ પર જરૂરી સમારકામ કાર્ય કરી પરત ગયા બાદ થોડા દિવસોમાં જ ફરી વીજ પોલ પર કરંટનો સ્પાર્ક થતો જોવા મળ્યો હતો. ત્યારે આ વિસ્તારના લોકો અને ખાસ કરીને રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો વીજ વિભાગને એક જ માંગ કરી રહ્યા છે કે, કોઈ અનિચ્છનિય ઘટના સર્જાય એ પહેલા વિભાગ દ્વારા કામચલાઉ કાર્ય કરવાની જગ્યાએ વાયરમાં થતાં સ્પાર્કના કાર્યનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ