વાહન ધીમે હાકો નહીં તો અકસ્માત સર્જાવાની પરિસ્થિતી ઉભી થઇ
રાષ્ટ્રીય કે રાજ્ય ધોરીમાર્ગ પર થતાં જીવલેણ અકસ્માતોમાં વાહનચાલકોનું ગફલત ભર્યું ડ્રાઈવિંગ જવાબદાર હોય છે. પરંતુ એનાં કરતાં પણ વધું તંત્રનાં અધિકારી અને એનાં ઠેકેદારોની લાપરવાહી પણ જવાબદાર હોય છે. જેને, તમામ પ્રકારનાં લોકો નજરઅંદાજ કરતાં હોય છે.
ઘોડબંદરથી ગુજરાત – મહારાષ્ટ્ર બોર્ડરનાં અચ્છાડ સુધીનાં નેશનલ હાઈવે નંબર 48 પર વ્હાઇટ કોપિગ (સાદી ભાષામાં, આરસીસી)નું કામ ચાલી રહ્યું છે. અહિં જોવાં જેવું એ છે કે, વાહનચાલકોએ પોતાના વાહનો કેટલી સાવધાની પૂર્વક ચલાવવા પડે છે. નહીં તો, નજર હટી..દુર્ઘટના ઘટી..જેવો ઘાટ તંત્રનાં અધિકારીઓ અને ઠેકેદારોનાં પાપે ભોગવવાનો વારો આવે..!અહીયાથી આવતાં જતાં વાહનોએ આમતેમ નજર માર્યા વિના પુરી સાવધાનીથી વાહન ચલાવવા પડશે.જો આવું નહીં કરો તો અકસ્માતનો ભોગ બનવાની શક્યતાઓ રહેલી છે. શું તંત્રને આ ઘટનાની જાણકારી નહીં હોય, કે પછી આંખ આગળ આડા કાન કરી, કોઇ વ્યક્તિનું અહીં દુર્ઘટનામા મૃત્યું થાય, તેની રાહ જોઇને કામગીરી હાથ ધરશે કે શું, તેવા સવાલોએ ચર્ચાનું જોર પકડ્યું છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ