ભરુચ-જંબુસરને જોડતા હાઇવે પાસેના સમની ગામે ટ્રક અને મારુતિ વેન વચ્ચે ગમખ્વાર અકસમ્તા સર્જાયો હતો. મારુતિ વેન ભરુચથી આમોદ તરફ જઇ રહી હતી તે દરમિયાન પાછળથી પુરપાટ સ્પીડે આવતી ટ્રકે મારુતીને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ઘટનાનને પગલે આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી પહોંચ્યાં હતાં. બંન્ને વાહન ચાલકો વચ્ચે સાબ્દિક બોલચાલ થયા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભરૂચ-જંબુસરને જોડતો નેશનલ હાઇવે નંબર 64 ઉપર સમની ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. સમની ગામ નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ નજીક ભરૂચથી આમોદ તરફ જતી મારુતિ વેન જેનો આર.ટી.ઓ રજિસ્ટ્રેશન નંબર GJ-01-RM-8297 જે ભરૂચ તરફથી આમોદ તરફ જઈ રહી હતી. તે વેળાએ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નંબર GJ-34-T-6069 ના ચાલકે મારુતિ કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્ર થતા ટ્રાફિકજમના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માત બાદ બંને ચાલકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું. સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ મારુતિ વેનને પાછળના ભાગે નુકશાન પહોંચ્યું હતું. કોઈ જાનહાની નહીં નોંધાતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી. અકસ્માતને લઈ પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.
ભરુચથી ગૌતમ ડોડીઆનો રીપોર્ટ